મુંબઈ : મની લોન્ડરિંગ પ્રકરણે અદાલતી કસ્ટડીમાં રહેલા માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખને ખભાની સર્જરી માટે કામચલાઉ તબીબી જામીન પર ૧૩ મેના રોજ ચુકાદો આપવામાં આવશે.જમણો ખભો ઉતરી જતાં ખાનગી હોસ્પિટલમાં સર્જરી દ્વારા કાયમી ઉપચાર લેવા માટે કામચલાઉ જામીન મંજૂર કરવામાં આવે એવી વિનંતી દેશમુખે કરી છે.ઈડી અરજીનો વિરોધ નોંધાવીને જણાવ્યું હતું કે દેશમુખના ેજે જે હોસ્પિટલના તબીબી અહેવાલને જોતાં ખભાની તકલીફ જૂી છે અને તાત્કાલિક સર્જરીની જરૃર નથી. સર્જરીની જરૃર હોય તો સરકારી હોસ્પિટલમાં થઈ શકે છે.જેજેમા ંડોક્ટરે અત્યાર સુધીમાં ૩૦થી ૩૫ સર્જરીઓ કરી છે.
કયા ડોક્ટર પાસે અને હોસ્પિટલમાં ઉપચાર લેવો એ અરજદારનો અધિકાર છે.દેશમુખના ખભાની બીમારી જૂની છે અને જેલમાં પડવાથી તકલીફ વધી ગઈ છે.આથી જેજે હોસ્પિટલમાં ડોક્ટરે સર્જરીની સલાહ આપી છે.તેઓ વરિષ્ઠ નાગરિક છે અને ઉપચારનો ખર્ચ પોતે ભોગવવાના હોવાથી સરકારી હોસ્પિટલનો આગ્રાહ ઈડીએ કરવો નહીં, એવી દલીલ દેશમુખ વતી કરવામાં આવી હતી.


