વોશિંગ્ટન,12 મે,2022, ગુરુવાર : પૃથ્વી પરના અનેક જીવજંતુ અને વનસ્પતિઓનું રહસ્ય આજે પણ અકબંધ છે.વૃક્ષો અને ઔષધી છોડની વિશેષતાઓ અંગે અનેક વાર સાંભળ્યું હશે પરંતુ અમેરિકામાં એક એવું ફળાઉ વૃક્ષ થાય છે જેના ફળ પાકીને ફાટે ત્યારે બોંબ ફૂટયો હોય તેવો અવાજ થાય છે નવાઇની વાત તો એ છે કે જો આ સમયે કોઇ નજીક હોયતો તે લોહી લુહાણ થઇ શકે છે.આ વૃક્ષનું નામ પોસ્સુમ્વૂડ (Possumwood) છે જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એમેઝોનના રેન ફોરેસ્ટમાં જોવા મળે છે.
આ ફળ ફાટે ત્યારે તેના બીજ 257 કિમીની ઝડપે હવામાં ફેલાઇ જાય છે.એટલે આ વૃક્ષને બ્લાસ્ટ ટ્રી કે મંકી પિસ્તોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ વૃક્ષમાં બ્લાસ્ટ થાય ત્યારે મંકી ડરીને ભાગમ ભાગ કરવા લાગે છે.આ વૃક્ષનો ઘેરાવો 60 ફૂટ સુધીનો હોય છે.તેના પાન ઘાટા લીલા, લંબગોળ અને અણીવાળા હોય છે.પાન વધુમાં વધુ અડધા ફૂટ જેટલા પહોળા પણ થાય છે.ફળ ફાટે એટલે તેમાંથી નિકળતા બીજ 100 મીટર સુધીના વિસ્તારમાં કુદરતી રીતે જ ફેલાઇ જાય છે.વરસાદ પડે એટલે આ ફેલાયેલા બીજમાંથી જ પોસ્સુમ્વૂડના છોડ ઉગે છે. દરેક વનસ્પતિનો બીજ વિસ્તાર થાય છે એથી જ તેની પ્રજાતિનું અસ્તિત્વ જળવાઇ રહે છે પરંતુ બ્લાસ્ટ કરવાની નિરાળી રીતે નવાઇ પમાડે તેવી છે.
પોસ્સુમ્વૂડના બીજ કાંટા જેવા આવરણથી ઢંકાયેલા હોય છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ એક ઔષધિય વનસ્પતિ છે જેનો લોકો ધાર્મિક વિધી માટે પણ ઉપયોગ થાય છે.સદીઓ પહેલા ઇન્ડિજીનિયસ આના ફળના અવશેષોમાંથી વાટકી જેવું વાસણ બનાવતા હતા.સ્થાનિક લોકો ફળની ખાસિયત અને ફળ ફાટવાનો સમય જાણતા હોવાથી તેમના માટે આ સામાન્ય બાબત છે.