લગ્નપ્રસંગમાં પીવા માટે લાવેલા બિયરના ટીન સાથે આરોપી પકડાયો

169

વડોદરા, : લગ્નપ્રસંગમાં પીવા માટે લાવેલા બિયરના ટીન સાથે પોલીસે યુવકને ઝડપી લીધો હતો.જોકે,પોલીસને માહિતી મળી હતી કે,આરોપી બિયરનું વેચાણ કરે છે.બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન ખોડિયાર નગર પાંજરાપોળ રોડ પર વ્હાઇટ વુડાના મકાનની આગળ મેન રોડ પાસે એક વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં કોઇ વજનદાર વસ્તુ લઇને જતો હોઇ તેને રોકી તપાસ કરતા તેની થેલીમાંથી દારૃની ચાર બોટલ મળી આવી હતી.જેથી,પોલીસે આરોપી નરેશ ઉર્ફે ચીનો પન્નાભાઇ મારવાડી (રહે.વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન રણમુક્તેશ્વર કોમ્પલેક્સની બાજુમાં બિયરનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી.જેથી,પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા વિજય જેન્તીભાઇ માળી (રહે.બાવરી કુંભારવાડા) મળી આવ્યો હતો.પોલીસે તેની પાસેથી બિયરના ચાર ટીન કબજે કર્યા હતા.પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે,મારા સંબંધીના લગ્નપ્રસંગમાં પીવા માટે લાવ્યો છું.બિયરના ટીન ક્યાંથી લાવ્યો હતો? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share Now