મુંબઈ, તા.૧૩ : લિવિંગસ્ટનના ૭૦ અને બેરસ્ટોના ૬૬ રન બાદ રબાડાએ ત્રણ વિકેટ ઝડપતાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૫૪ રનથી વિજય મેળવતા પ્લે ઓફની આશા જીવંત રાખી હતી.જીતવા માટેના ૨૧૦ના ટાર્ગેટ સામે બેંગ્લોર નવ વિકેટે ૧૫૫ના સ્કોર સુધી પહોંચી શક્યું હતુ.બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે ચાર વિકેટ ઝડપી હતી અને મેક્સવેલે સૌથી વધુ ૩૫ રન ફટકાર્યા હતા.
રબાડાનો સાથ આપતા રિશી ધવન અને રાહુલ ચાહરે ૨-૨ વિકેટ ઝડપી હતી.પંજાબે આ જીતની સાથે પ્લે ઓફની આશા જીવંત રાખી હતી.જ્યારે બેંગ્લોર પર બહાર ફેંકાવાનું જોખમ વધ્યું છે.અગાઉ પંજાબે બેંગ્લોર સામે નવ વિકેટે ૨૦૯ રન નોંધાવ્યા હતા.લિવિંગસ્ટને ૪૨બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા.જ્યારે બેરસ્ટોએ ૬૬ રન માત્ર ૨૯ બોલમાં ફટકાર્યા હતા. પંજાબના બેટ્સમેનોએ વિકેટો ગુમાવી હતી, પણ રનરેટને જાળવી રાખ્યો હતો અને સ્કોરને ૨૦૦ને પાર પહોંચાડયો હતો.બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે ચાર વિકેટ ઝડપી હતી.
બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસીસે ટોસ જીતીને પ્રથમ પંજાબને બેટિંગમાં ઉતાર્યું છે.બેરસ્ટો અને ધવનની જોડીએ ૩૦ બોલમાં ૬૦ રનની ભાગીદારી નોંધાવી હતી.ધવન ૨૧ રને મેક્સવેલનો શિકાર બન્યો હતો.જે પછી રાજપક્ષા ૧ રને હસારંગાની બોલિંગમાં આઉટ થયો હતો.બેરસ્ટો ૨૯ બોલમાં ૭ છગ્ગા અને ૪ ચોગ્ગા સાથે ૬૬ રન નોંધાવીને શાહબાઝની બોલિંગનો આઉટ થયો હતો.લિવિંગસ્ટન અને અગ્રવાલની જોડીએ ૩૫ બોલમાં ૫૧ રનની ભાગીદારી કરી હતી.લિવિંગસ્ટને ૪૨ બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૭૦ રન નોંધાવ્યા હતા. હર્ષલ પટેલે ૩૪ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.હસારંગાએ ૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપીને બે વિકેટ મેળવી હતી.