મુંબઈ, તા.૧૫ : ગુજરાત ટાઈટન્સે જીતનો સિલસિલો આગળ ધપાવતા ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવ્યું હતુ.આ સાથે ગુજરાતે ક્વોલિફાયર વનમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ.જે ૨૪મી મેના રોજ કોલકાતામાં રમાશે.જીતવા માટેના ૧૩૪ના ટાર્ગેટને ગુજરાતે ૧૯.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતુ.પોઈન્ટ ટેબલમાં આ સાથે ગુજરાતના ૧૩ મેચમાં ૨૦ પોઈન્ટ થઈ ગયા છે.
મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં માત્ર ૧૯ રન આપતા બે વિકેટ ઝડપી હતી.જ્યારે પ્લેયર ઓફ ધ મેચ સહાએ અણનમ ૬૭ રન ફટકારતાં ટીમને જીતને પાર પહોંચાડી હતી.ગુજરાત તરફથી વેડે ૨૦, ગિલે ૧૮ અને મીલરે અણનમ ૧૫ રન કર્યા હતા.પથિરાનાએ બે વિકેટ ઝડપી હતી. અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં ચેન્નાઈ તરફથી ગાયકવાડે ૫૩ રનની લડાયક ઈનિંગ રમી હતી. જગદીશને અણનમ ૩૯ રન નોંધાવ્યા હતા.


