અમદાવાદ: તા.17 મે 2022,મંગળવાર
1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા અને તપાસ એજન્સીથી દુર દાઉદ ગેંગના 4 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે.આ કાર્યવાહીને ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.
ગુજરાત એટીએસને મલી મોટી સફળતા
દેશની અનેક અગ્રણી તપાસ એજન્સીઓ 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા વોન્ટેડ 4 આરોપીઓનો શોધી રહી હતી.પરંતૂ કંઇ હાથ લાગ્યું ન હતું.સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ આ આરોપીઓની ફેબ્રુઆરીમાં દુબઇમાં ડીટેઇન કરવામાં આવ્યા હતા.પરંતુ ટેકનીકલ કારણોસર તેઓનો કબ્જો મેળવવો શક્ય બન્યો ન હતો.
અમદાવાદના સરદાર નગરમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી.તમામે પોતાના નામ,સરનામા અને ઓળખ છુપાવી હતી.પાસપોર્ટ પણ બનાવટી હતો.એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું.પરંતૂ એજન્સીઓ ખરાઇ કરીને તેમને શોધી કાઢ્યા હતા.આજે ગુજરાત એટીએસએ અબુ બકર,યુસુફ ભટકા,સોએબ બાબા અને સૈયદ કુરેશીની અમદાવાદથી ધરપકડ કરી છે.પકડાયેલા પૈકી તમામ દાઉદના અત્યંત નિકટના વર્તુળમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
1993 મુંબઇ બ્લાસ્ટમાં સંડોવાયેલો અબુ બકર દાઉદ ઇબ્રાહિમનો ખાસ ગણાય છે.મુંબઇ બ્લાસ્ટ બાદ તેણે મીડલ ઇસ્ટ,સાઉદી,પાકિસ્તાન અને દુબઇમાં છુપાયેલો રહેતો હતો.આ દરમિયાન એજન્સીઓએ પણ તમામ આરોપીઓ પાછળ વોચ રાખવાનું ચાલુ રાખ્યું હતું.આખરે ગુજરાત ATS એતમામને અમદાવાદના સરદાર નગરથી પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.