નવી દિલ્હી, તા. 17 મે 2022 મંગળવાર : જ્ઞાનવાપી મસ્જિદ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વની સુનાવણી થવા જઈ રહી છે.મસ્જિદ કમિટીએ અરજીમાં વારાણસીની કોર્ટના મસ્જિદમાં સર્વેના આદેશને પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનુ ઉલ્લંઘન જણાવ્યુ છે.હવે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ પી એસ નરસિમ્હાની બેન્ચ મામલે સુનાવણી કરશે.ખાસ વાત એ છે કે જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ 9 નવેમ્બર 2019એ ઐતિહાસિક અયોધ્યા મામલે નિર્ણય સંભળાવનારી પાંચ જજની બેન્ચમાં સામેલ હતા,જેમણે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991એ સમગ્ર કાયદાને જણાવતા તેની પર મોહર લગાવી હતી.જોકે, સુપ્રીમ કોર્ટે જુલાઈ 2021માં 1991 ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટની માન્યતાનુ પરીક્ષણ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. કોર્ટે આ મામલે ભારત સરકારને નોટિસ જારી કરી તેમનો જવાબ માગ્યો હતો.
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ નાબૂદ કરવાની માગ
ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે પોતાની જનહિત અરજીમાં કહ્યુ છે કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને નાબૂદ કરવાની માગ કરાઈ છે જેથી ઈતિહાસની ભૂલોને સુધારવામાં આવે અને અતીતમાં ઈસ્લામી શાસકો દ્વારા અન્ય ધર્મોના જે-જે પૂજા સ્થળો અને તીર્થ સ્થળોનો વિનાશ કરીને તેમની પર ઈસ્લામિક માળખા બનાવાયા,તેમને પાછુ તેમને સોંપવામાં આવી શકે જે તેમના અસલી હકદાર છે.
અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યુ છે કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ની જોગવાઈ મનસ્વી અને ગેરબંધારણીય છે.આ જોગવાઈની અનુચ્છેદ 14, 15, 21, 25, 26 અને 29નુ ઉલ્લંઘન કરે છે.બંધારણના સમાનતાનો અધિકાર,જીવનનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારમાં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991માં હસ્તક્ષેપ કરે છે.
કેન્દ્ર સરકારે પોતાના અધિકાર વિસ્તારથી બહાર જઈને આ કાયદો બનાવ્યો છે.પૂજા પાઠ અને ધાર્મિક વિષય રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકારે આ મામલે મનસ્વી કાયદો બનાવ્યો છે.તેમણે કહ્યુ કે ભારતમાં મુસ્લિમ શાસન 1192માં સ્થાપિત થયુ, જ્યારે મુહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાજિત કરી દીધા હતા ત્યારથી 1947 સુધી ભારત પર વિદેશી શાસન જ રહ્યુ.તેથી જો ધાર્મિક સ્થળના ચરિત્રને અરબંધ રાખવાનો કોઈ કટ ઓફ ડેટ નક્કી કરવાની છે તો તે 1192 હોવી જોઈએ.જે બાદ હજારો મંદિરો અને હિંદુઓ,બૌદ્ધો અને જૈનોના તીર્થસ્થળોનો વિનાશ થતો રહ્યો અને મુસ્લિમ શાસકોએ તેમને નુકસાન પહોંચાડ્યુ અને તેમનો વિનાશ કરીને તેને મસ્જિદોમાં બદલી દીધુ.
શુ છે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ
દેશની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે 1991માં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે ઉપાસના સ્થળ કાનૂન બનાવ્યુ હતુ.કાયદો લાવવાનો અર્થ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનની વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો.સરકારે કાયદામા એ જોગવાઈ કરી દીધી કે અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય જગ્યા પર કોઈ પણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકાર કરવામાં આવશે નહીં.આમાં કહેવામાં આવ્યુ છે કે દેશની આઝાદીના દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 એ કોઈ ધાર્મિક માળખુ કે પૂજા સ્થળ જ્યાં જે રૂપમાં પણ હતુ,તેની પર બીજા ધર્મના લોકો દાવો કરી શકશે નહીં.
આ કાયદાથી અયોધ્યાની બાબરી મસ્જિદને અલગ કરી દેવાઈ અને આને અપવાદ બનાવી દેવાયુ કેમ કે આ વિવાદ આઝાદી પહેલાથી કોર્ટમાં વિચારાધીન હતો.આ એક્ટમાં કહેવામાં આવ્યુ કે 15 ઓગસ્ટ 1947એ જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયનો હતો તે આજે અને ભવિષ્યમાં,પણ તેનો જ રહેશે.જોકે અયોધ્યા વિવાદને આનાથી બહાર રાખવામાં આવે કેમકે તેની પર કાનૂની વિવાદ પહેલાથી ચાલી રહ્યો હતો.
એક એવી અરજી પૂજારીઓના સંગઠને વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરી છે.જનહિત અરજીમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી 1991ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને રદ કરવાની માગ કરવામાં આવી છે.જેથી મથુરામાં કૃષ્ણની જન્મસ્થળી અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદના વિવાદનો ઉકેલ થઈ શકે.હિંદુ પૂજારીઓના સંગઠન વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘે આ એક્ટની જોગવાઈને પડકાર આપ્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આ એક્ટને ક્યારેય પડકાર આપવામાં આવ્યો નથી અને ના કોઈ કોર્ટે ન્યાયિક રીતે આની પર વિચાર કર્યો.અયોધ્યા નિર્ણયમાં પણ બંધારણ બેન્ચે આની પર માત્ર ટિપ્પણી કરી હતી.જોકે, મુસ્લિમ સંગઠન જમાયત ઉલમા-એ-હિંદએ આ અરજીનો જોરદાર વિરોધ કર્યો છે. તેણે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે આ અરજી ઈતિહાસની ભૂલોને સુધારવાની છલપૂર્ણ પ્રયત્ન છે.તેમણે ચેતવણી આપી છે કે જો સુપ્રીમ કોર્ટે આમાં રસ લીધો તો દેશમાં કેસ અને અરજીઓનુ પૂર આવી જશે.
અરજીમાં અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે કે કોર્ટ આ અરજી પર નોટિસ જારી ના કરે.કેસમાં નોટિસ જારી કરવાથી ખાસકરીને અયોધ્યા વિવાદ બાદ મુસ્લિમ સમુદાયના લોકોના મનમાં પોતાના પૂજા સ્થળોના સંબંધમાં ભય પેદા થશે.આ કેસ રાષ્ટ્રના ધર્મનિરપેક્ષ તાણાવાણાને નષ્ટ કરશે.અરજીમાં આ મામલે તેને પણ પક્ષકાર બનાવવાની માગ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર 1,045 પાનાના પોતાના નિર્ણયમાં 1991ના આ કાયદાનો હવાલો આપતા કહ્યુ હતુ કે આ કાયદો 15 ઓગસ્ટ 1947એ સાર્વજનિક પૂજા સ્થળોના રહેલા ધાર્મિક ચરિત્રને અકબંધ રાખવા અને તેમાં પરિવર્તન વિરુદ્ધ ગેરંટી આપે છે.સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે કાનૂન દરેક ધાર્મિક સમુદાયને એ આશ્વાસન આપે છે કે તેમના ધાર્મિક સ્થળોનુ સંરક્ષણ થશે અને તેનુ ચરિત્ર બદલવામાં આવશે નહીં.પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ ધારાસભાની તરફથી કરવામાં આવેલી જોગવાઈ છે જે પૂજા સ્થળોના ધાર્મિક ચરિત્રને યથાવત અકબંધ રાખવાના આપણા ધર્મનિરપેક્ષ મૂલ્યોના અનિવાર્ય પાસાને બનાવે છે.આ એક સારો કાયદો છે.

