નવી દિલ્હી,તા.17 મે 2022,મંગળવાર : દેશભરમાં મંદિર મસ્જિદ વિવાદની ચર્ચા વચ્ચે બિહારના એક મુસ્લિમ મહિલા કલેકટરે મંદિરમાં શિવલિંગ પર અભિષેક કરીને દેશ સમક્ષ કોમી એકતાનુ અનોખુ ઉદાહરણ રજૂ કર્યુ છે.બિહારના અરરિયા જિલ્લાના કલેકટર ઈનાયત ખાને અહીંયા ચાર્જ સંભાળ્યા બાદ સુંદરનાથધામ મંદિરમાં પૂજા કરી હતી અને મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પર અભિષેક પણ કર્યો હતો.
તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમની પ્રસંસા કરી રહ્યા હતા.પૂજા કરતી વખતે તેમણે મંદિર અને આસપાસના વિસ્તારના વિકાસ કાર્યક્રમ અંગે પણ પૂજારી પાસેથી જાણકારી મેળવી હતી.ઉલ્લેખનીય છે કે, ઈનાયત ખાનનુ પહેલુ પોસ્ટિંગ શેખપુરમાં થયુ હતુ અને પીએમ મોદીએ ઈનાયત ખાનની કામગીરીના પણ વખાણ કર્યા હતા. 113 પ્રેરણાદાયક જિલ્લામાં શેખપુરાને પાંચમુ સ્થાન મળ્યુ હતુ.તેમણે 2011માં 176મા રેન્ક સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી અને તેમના કામ કરવાની ઢબના કારણે તેઓ યુવતીઓમાં રોલ મોડેલ બની ગયા હતા.ઈનાયત ખાન મૂળે આગ્રાના રહેવાસી છે.

