આતંકી સંગઠને કોરોનાને પણ ધર્મ સાથે જોડ્યો, અલ્લાહને બંદગી કરતા કહ્યું કે મૂર્તિપૂજકોને…

334

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે કોરોનાની મહામારીને પણ ધર્મ સાથે જોડી છે. આતંકી સંગઠને કોરોના મહામારીને મૂર્તિપૂજક દેશોને અલ્લાહનો જવાબ ગણાવી હતી. આટલુ ઓછુ હોય તેમ માનવતાના દુશ્મન એવા આઈએસએ અલ્લાહને દુઆ કરી છે કે, તેઓ નાસ્તિકો પર કોરોના વાયરસનો કહેર વધુ વધારે.

તેમણે કહ્યું છે કે, કોરોના મહામારીના કારણે યુદ્ધગ્રસ્ત દેશોએ પીછે હટ કરવાની જરૂર પડવા મજબુર થવુ પડ્યું છે.

ઈસ્લામીક સ્ટેટે એક ન્યૂઝ લેટર જાહેર કરીને કહ્યું છે કે, ખુદાએ પોતાના જ બનાવેલા દેશો પર ખુબ જ વિશાનસકા કહેર વરસાવ્યો છે. આઈએસએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ મૂર્તિપૂજા કરનારા દેશોને ખુદાનો જવાબ છે.

આઈએસએ અલ્લાહને આહવાન કર્યું છે કે, તે પોતાના માનનારા બંદાઓની રક્ષા કરે અને નાસ્તિકો પર પોતાનો કહેર યથાવત રાખે.

આતંકી સંગઠને કહ્યું છે કે, અમે અલ્લાહને કહ્યું છે કે, યાતના વધારે પ્રમાણમાં વધારે અને પોતાના માનનારાઓને આ કહેરથી બચાવે. અલ્લાહ પોતાના વિરૂદ્ધ વિદ્રોહ કરનારાઓને દંડીત કરે અને જે તેમની વાત માને છે તેમની રક્ષા કરે. આ મહામારીએ આક્રમણકારી દેશોને પીછે હટવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે સૈનિકો તૈનાત કરવા મજબુર કર્યા છે.

આ અગાઉ આઈએસએ ગત સપ્તાહે એક ગાઈડલાઈન બહાર પાડીને પોતાના આતંકવાદીઓને કહ્યું હતું કે, તેઓ નિયમોનું પાલન કરતા આ મહામારીથી બચે. આતંકી સંગઠને કહ્યું હતું કે, બીમાર લોકોથી દૂર રહો. ખાતા પહેલા પોતાના હાથ ધુઓ અને કોરોના અસરગ્રસ્ત વિસ્તારોની યાત્રા કરવાનું ટાળો. આ કંઈક એવા પ્રકારની સલાહ હતી જેવી દુનિયા આખીમાં આપવામાં આવી રહી છે. આ સાથે જ આઈએસએ કહ્યું હતું કે, તેમના સભ્યો અલ્લાહમાં પોતાની આસ્થા ટકાવી રાખે અને તેમને માફ કરવાની અપીલ કરે.

Share Now