અમદાવાદ : તા.19 મે 2022,ગુરૂવારપશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં સાણંદ રેલવે સ્ટેશન ખાતે નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવાયો હોવાથી આજે તા.૨૦ મે ને શુક્રવારના રોજ અમદાવાદ-સોમનાથ અને સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
ઉપરાંત શુક્રવારે વડોદરા-જામનગર ઇન્ટરસિટી પણ રદ રહેનાર છે. તા.૨૧ મે ને શનિવારે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
આજે અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Leave a Comment

