‘જેટલા બની શકે તેટલાને મારો’ પુતિનના આ હુકમથી ડોન બાસ નર્ક બની રહ્યું છે

161

કીવ : યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝેલેન્સ્કીએ ગુરૂવારે જણાવ્યું હતું કે રશિયન દળોએ ઔદ્યોગિક તેવા ડોનબાસ વિસ્તારનો સંપૂર્ણ રીતે નાશ કરી નાખ્યો છે,અને સંવેદનહીન બોમ્બવર્ષા ચાલુ રાખી છે,આક્રમણ તીવ્ર બનાવ્યું છે.પુતિને તેની સેનાને આદેશ આપ્યો છે કે જેટલા બની શકે તેટલા યુક્રેનિયન્સને મારો અને યુક્રેનને જેટલું બને તેટલું નુકસાન કરો.અહીં તો ‘નરસંહાર’ ચાલી રહ્યો છે.

ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે યુક્રેનની સેના કીવની પૂર્વમાં ખાર્કીવ શહેરને મુક્ત કરવા લડી રહી હતી ત્યારે રશિયાએ ડોનબાસમાં વધુમાં વધુ દબાણ શરૂ કરી દીધું હતું.આ વિસ્તાર યુક્રેનના દક્ષિણ-પૂર્વ ક્ષેત્રમાં આવેલો છે.આ ઉપરાંત મધ્ય યુક્રેનનાં શહેરોથી શરૂ કરી ઓડેસ્સા સુધી નરસંહાર થઈ રહ્યો છે,ત્યાં સતત હુમલા થાય છે.ડોનબાસ તો સ્મશાન બની ગયું છે.ગુરૂવારે સેવેરોડનેત્સ્ક ઉપર થયેલી ક્રૂર અને તદ્દન સંવેદનહીન બોમ્બવર્ષામાં ૧૨ લોકો માર્યા ગયા હતા.

ઝેલેન્સ્કીએ ગુરૂવારે મોડી રાત્રે એક વીડીઓ સંબોધનમાં કહ્યું,તે સ્થળ(ડોનબાસ)નર્ક બનાવી દેવાયું છે.તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.દરેક રીતે વધુમાં વધુ યુક્રિનિયન્સને મારવાનો અપરાધિક પ્રયાસ થઈ રહ્યો છે.બને તેટલા વધુ ઘરો,સામાજિક સુવિધાઓ અને ઉદ્યોગોનો નાશ થઈ રહ્યો છે.

Share Now