સુરત ,તા .21 : વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રમકડાને ચેક કરતા તેમા બ્લાસ્ટ થયો.જ્યારે ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા ગયા ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને તેનો 3 વર્ષનો ભત્રીજો જિયાંશ ગાવીત ગંભીર રીતે ઘાયલ થયા છે.બંને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે બાબતે અમારા અખબાર હિન્દુતાન મિરર દ્વારા જાહેર અપીલ કરાઈ હતી જે સમાજકાર્યમાં મદદરૂપ થવાના આશયે છે ત્યારે સૌ પ્રથમ સુરતના એક પ્રતિષ્ઠિત સમાજસેવીએ તાત્કાલિક સમાચાર વાંચ્યા બાદ અંકે 10,000 હાજર રૂપિયા પુરા મદદ માટે અમારી સંસ્થાને ફાળવ્યા છે.આ સમાજ મોભીએ કરેલી સહાય બાબતે તેઓ પોતાનું નામ જાહેર કરવા ન માંગતા હોઈ તમને અમારા થકી આ ભગીરથ માનવસેવાના કાર્યમાં અમારી સહાય લઇ પીડિત કાકા-ભત્રીજાની આગળની સહાય માટેનો ઉમદા પ્રયાસ કર્યો છે જેને અમે આવકરીયે છે અને અન્ય સામાજિક સંસ્થા તેમજ મોભીઓ પણ આ માનવસેવાના કાર્યમાં જોડાઈ મદદરૂપ થઇ એવી આશા.આજરોજ મેડિકલ સહાયની રકમ કે જે દાતાશ્રીએ ફાળવી છે તે સીધી જ અમારી સંસ્થા દ્વારા જિયાંશના પિતા પંકજ ગાવિતને પહોંચાડવામાં આવી છે.આપ સારવારની રકમ આપેલા ગુગલ પે નંબર ઉપર સીધી જ કરી શકો છો અને નામ જાહેર ન કરવા માંગતા હોવ તો અમારો સંપર્ક કરી શકો છો.આપ દ્વારા કરાયેલી મદદ સીધી જ પીડિત પરિવારને પોહચાડવામાં આવશે. ”હિન્દુસ્તાન મિરર” આજે સૌ પ્રથમ મદદ કરનારા સુરતના સમાજ શ્રેષ્ઠીનો હૃદયપૂર્વક આભાર માને છે અને આપણા થકી કરાયેલી મદદ પીડિત કાકા-ભત્રીજાને વધુ સારવારમાં નિશ્ચિત મદદરૂપ થશે એવી આશા વ્યક્ત કરે છે.આપ સૌ સેમાજસેવા ભાવિ નાગરિકો અને સંસ્થાઓ આ ભગીરથ કાર્યમાં વધુમાં વધુ આર્થિક સહાય કરો એવી ફરી એક વાર નમ્ર વિનંતી. જય હિન્દ ..
નોંધ : મદદ કરવા માટે આપ સીધા જ પીડિત જિયાંશના પિતા પંકજ ગાવિતનો ગુગલ પે નંબર 75677-57708 પર કરી શકો છો અને નામ ગુપ્ત રાખવા માંગતા હોવ તો અમારી સંસ્થા હિન્દુસ્તાન મિરરનો પણ સંપર્ક કરી શકો છો.