ઇમરાન ખાને પેટ્રોલ અને ડીઝલની કિ‍ંમતમાં ઘટાડા બદલ ભારતની પ્રશંસા કરી

260

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને વધુ એક વખત ભારતની પ્રશંસા કરી છે.આ વખતે ભારત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે.નોંધપાત્ર છે કે ભારત સરકારે શનિવારે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર સાડાનવ રૂપિયા જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૭ રૂપિયાનો ઘટાડો કર્યો હતો,જેના પછી ઇમરાને ટ્વીટ કર્યું હતું કે ‘ક્વાડના ભાગ હોવા છતાં ભારતે અમેરિકાના પ્રેશરને યોગ્ય રીતે સહન કર્યું અને જનતાને રાહત પૂરી પાડવા માટે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઑઇલ મેળવ્યું.અમારી સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી પાકિસ્તાનમાં આ જ હાંસલ કરવાની કોશિશ કરી રહી હતી.’ઇમરાને પ્રશંસા કર્યા બાદ ગઈ કાલે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનનાં વાઇસ પ્રેસિડન્ટ મરિયમ નવાઝે કહ્યું કે ઇમરાનને ભારત એટલું બધું પસંદ હોય તો તેમણે ત્યાં જતા રહેવું જોઈએ.

Share Now