કરે કોઈને ભરે કોઈ જેવો વહીવટ, મ્યુનિ.ના મેસેજની ભુલથી મોટી સંખ્યામાં લોકો બુસ્ટર ડોઝ લેવા દોડયાં

209

અમદાવાદ : રવિવાર,22 મે,2022 : સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિસમેનેજમેન્ટનું મોટુ ઉદાહરણ મેગા વેકિસનેશન ડ્રાઈવ સમયે બહાર આવ્યુ હતુ.મ્યુનિ.તરફથી બુસ્ટરડોઝ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનોને મેસેજ મોકલાતા વિવિધ અર્બન હેલ્થ સેન્ટર ઉપર સવારથી લોકો બુસ્ટર ડોઝ લેવા પહોંચી ગયા હતા.ત્યાં ગયા બાદ તેમને કહેવાયુ કે,૬૦ કે તેથી વધુ વયના અને હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરને જ બુસ્ટર ડોઝ આપવાનો છે.અનેક કેન્દ્રો ઉપર સવારે ૧૧ સુધી લોકો અને તંત્ર વચ્ચે રકઝક ચાલતા લોકોએ તંત્ર ઉપર રોષ ઠાલવ્યા બાદ તંત્રે ભુલ સુધારી નવેસરથી લોકોને મેસેજ મોકલ્યા હતા.જેમાં ૧૮થી ૫૯ વયના લોકોને બુસ્ટર ડોઝ નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લેવો પડશે એવી સુચના અપાઈ હતી.

રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા વેકિસનેશન ડ્રાઈવ રાખવામાં આવ્યુ હતુ.મેગા વેકિસનેશનને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુબ મોટી સંખ્યામાં શહેરીજનોને મોબાઈલ ઉપર ટેકસ મેસેજ મોકલવામાં આવ્યા હતા.આ મેસેજમાં જેમને ટેકસ મેસેજ મોકલવામાં આવ્યો હોય એ બુસ્ટર ડોઝ લેવા માટે એલિજેબલ હોવાથી નજીકના અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈ બુસ્ટર ડોઝ લેવા માટે કહેવામાં આવ્યુ હતુ.આ પ્રકારનો ટેકસ મેસેજ મેળવનારા લોકોમાં ૧૮ થી ૫૯ વયના લોકોનો પણ સમાવેશ કરાયો હતો.પરંતુ અર્બન હેલ્થ સેન્ટર ઉપર આ વયના લોકો બુસ્ટર ડોઝ લેવા પહોંચ્યા એ સમયે અર્બન હેલ્થ સેન્ટરના હાજર સ્ટાફ દ્વારા બુસ્ટર ડોઝ આપવાની ના પાડી દેવાતા લોકો ગરમીમાં અકળાઈ ઉઠયા હતા.ઘણા લોકોએ તો એક અર્બન હેલ્થ સેન્ટરથી બીજા અર્બન હેલ્થ સેન્ટર ઉપર ધકકા ખાધા બાદપણ તેમને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો નહોતો.

Share Now