જાણો કઈ રીતે શક્તિશાળી બની રહેલો ડોલર વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી બની શકે

143

નવી દિલ્હી : તા.22 મે 2022,રવિવાર : રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાના કારણે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે તેના કારણે સમગ્ર વિશ્વમાં દૈનિક જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.તેમાં મજબૂત બની રહેલો ડોલર અને અમેરિકામાં થયેલો વ્યાજ દરનો વધારો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે.

વિશ્વની અન્ય શક્તિશાળી મુદ્રાઓની સરખામણીએ ડોલરની કિંમતમાં છેલ્લા 1 વર્ષમાં 12 ટકાનો વધારો થયો છે.આ કારણે તે દેશોની આર્થિક મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે વિશ્વના વિવિધ ક્ષેત્રોની આર્થિક ગતિવિધિઓમાં જે સુસ્તી આવી છે તેમાં ડોલરની કિંમત ઉંચી જવાના કારણે વધારો થયો છે.મેક્સિકો ખાતે ઈકોનોમિક્સ અને ફાઈનાન્સના પ્રોફેસર એડવર્ડો કાર્બાજાલના કહેવા પ્રમાણે ‘મજબૂત ડોલરના લીધે ગ્રોથ પર અસર પડી રહી છે કારણ કે,આ એવા સમયે બની રહ્યું છે જ્યારે મોંઘવારી ચરમસીમાએ છે.તથા ફુગાવાની આ ઉંચી સ્થિતિએ ઉંચા વ્યાજ દરોનો મુકાબલો કરવો પડી રહ્યો છે.ડોલર ઉંચો જવાના કારણે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોન મોંઘી થઈ ગઈ છે.

જ્યારે દેશો,કંપનીઓ અને સામાન્ય લોકો માટે પૈસા ઉધાર લેવા(લોન)વધુ મોંઘા થઈ જાય ત્યારે આર્થિક ગતિવિધિઓ સુસ્ત થઈ જાય અને પહેલેથી સંઘર્ષરત અર્થતંત્રને પાટે ચઢાવવું વધું આકરૂં બની જાય.’

Share Now