મુંબઈ : મુંબઈગરાની અડચણો અને સમસ્યાઓના ઉકેલ માટે પોલીસ કમિશનર સંજય પાંડેએ સિટિઝન ફોરમની સ્થાપના કરી છે.આ માટે વિવિધ વિભાગમાંથી આવેલી ૨૪૫ અરજીમાંથી ૯૮ પ્રતિનિધિની રવિવારે ઓનલાઈન પદ્ધતિથી નિયુક્તિ કરવામાં આવી હતી.એડવાન્સ લોકાલિટિ મેનેજમેન્ટ(એએલએમ),મોહલ્લા કમિટી,શાંતી સમિતિ,રહેવાસી સંગઠન જેવી વિવિધ સંગઠના સંસ્થા કાર્યરત છે.આ બધાને એક જ મંચ પર ઉપલબ્ધ કરીને એકત્ર જોડીને મુંબઈગરા માટે આ સંગઠન પ્રભાવશાળી રીતે કાર્યકરી શકે છે,એવો વિચાર કરીને પાંડેએ સિટિઝન ફોરમની સ્થાપના કરી હતી.
આ માટે તેમણે મહાપાલિકાની વેબસાઈટ પર સંગઠનનો અભ્યાસ કર્યો હતો.મુંબઈમાં દક્ષિણ,મધ્ય,પશ્ચિમ,પૂર્વ અને ઉત્તર અમે પાંચ ક્ષેત્ર અને ૧૨ વિભાગ છે.દરેક વિભાગ અને ક્ષેત્ર અનુસાર પ્રતિનિધિ નીમવામાં આવશે.પાંડેએ આ માટે એક વેબસાઈટ શરૃ કરીને નાગરિકોને ફોરમમાં સહભાગી થવાની અપીલ કરી હતી.પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયેલી વ્યક્તિની ગુનાહિત પાર્શ્વભૂમિ તાપસાવામાં આવી હતી.આ વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રની છે.૩૦ મે સુધી વધુને વધુ સંખ્યામાં ફોરમમા ંસહભાગી થવાની પાંડેએ નાગરિકોને અપીલ કરી છે.