સુરતમાં 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફુંકાવાની આગાહી

163

સુરત : સુરત શહેરમાં આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ અને આંશિકઅંશે વાદળછાયુ રહેવાની સાથે જ તાપમાન 35 થી 36 ડિગ્રી વચ્ચે નોંધાવવાની આગાહી થઇ છે.આ આગાહીના પગલે ડાંગર પકવતા ખેડુતોને રાહત થઇ છે.હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી,લધુતમ તાપમાન 28.4 ડિગ્રી,હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા,હવાનું દબાણ 1004.9 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 13 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.વરસાદની શરૃ થયેલી એકટીવીટી વચ્ચે આજે હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ આગામી દિવસોમાં આકાશ આંશિકઅંશે વાદળછાયુ રહેશે.વરસાદની કોઇ સંભાવના નથી.તાપમાન 35 થી 36 ડિગ્રીની વચ્ચે નોંધાશે.જયારે પવનની ઝડપ આગામી દિવસોમાં વધીને કલાકના 21 કિ.મી 29 કિ.મીની વચ્ચે રહેશે.આમ વરસાદની આગાહી થતા ડાંગર પકવતા ખેડુતોને રાહત થઇ છે.જયારે પવનની ગતિ તેજ હોવાથી કેળના પાકમાં મહતમ નુકસાન થવાની શકયતા હોય જે કેળ પર લૂમ પાકવાની અવસ્થાએ હોય એમને ટેકો આપીને મહત્તમ નુકસાનથી અટકાવી શકાય છે.

Share Now