લંડન : ‘ભારત રાષ્ટ્ર નહીં રાજ્યોનો સંઘ’ કહી રાહુલ ગાંધી ઘેરાયા : અધિકારીએ કહ્યુ, બંધારણની પ્રસ્તાવના વાંચો

313

લંડન : તા.25 મે 2022 બુધવાર : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે લંડનના પ્રવાસે છે જ્યાં તેઓ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.ત્યાં આપવામાં આવેલા તેમના નિવેદનોના પગલે દેશમાં રાજકીય ઘમાસાણ મચી ગયુ છે.આ દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમના ભાષણ વચ્ચે ત્યાં હાજર એક ભારતીય અધિકારીએ તેમને રાષ્ટ્ર,ભારત અને ચાણક્યના રાષ્ટ્રધર્મનો પાઠ ભણાવ્યો.આનો વીડિયો અધિકારીએ પોતે ટ્વીટર પર શેર કર્યો છે.લંડન પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પહેલા’આઈડિયાઝ ફોર ઈન્ડિયા’સંમેલનમાં હાજરી આપી.જે બાદ સોમવારે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા.વિદ્યાર્થીઓ સાથેના સંવાદ સત્રમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને લઈને જે વિઝન બનાવી રહ્યા છે તે સમાવેશી નથી.તેમની દ્રષ્ટિ દેશની વસ્તીના મોટા વર્ગને બાકાત રાખે છે.આ અયોગ્ય છે અને ભારતના વિચાર વિરુદ્ધ છે.તેમણે કૉરપસ ક્રિસ્ટી કોલેજમાં’ઈન્ડિયા એટ 75’નામના એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સાથે હિંદુ રાષ્ટ્રવાદ,કોંગ્રેસ પાર્ટીની અંદર ગાંધી પરિવારની ભૂમિકા અને દેશના લોકોને સંગઠિત કરવાના પ્રયાસો જેવા વ્યાપક વિષયો પર ચર્ચા કરી.

Share Now