ટેક્સાસઃ પ્રાઈમરી શાળામાં ગોળીબારની ઘટના, 18 વર્ષીય શૂટરે 21 લોકોની કરી હત્યા

249

હ્યુસ્ટન : તા.25 મે 2022, બુધવાર : ટેક્સાસના ઉવાલ્ડે ખાતે પ્રાઈમરી શાળામાં બનેલી ગોળીબારની ઘટનામાં મૃતકઆંક વધીને 21 થઈ ગયો છે.મૃતકોમાં 18 બાળકો સહિત અન્ય 3 લોકોનો સમાવેશ થાય છે.18 વર્ષીય બંદૂકધારીએ મંગળવારે ટેક્સાસ ખાતેની એક પ્રાઈમરી શાળામાં આડેધડ ગોળીબાર કર્યો હતો.સ્ટેટ ગવર્નર ગ્રેગ એબટના કહેવા પ્રમાણે શૂટરની ઓળખ 18 વર્ષીય સલ્વાડોર રામોસ તરીકેની સામે આવી છે.તે સ્થાનિક અમેરિકી નાગરિક છે.એવી આશંકા છે કે,પહેલા તેણે પોતાના દાદીને ગોળી મારી હતી અને ત્યાર બાદ તે રોબ એલિમેન્ટ્રી શાળાએ પહોંચ્યો હતો.તેના પહેલા તેણે પોતાની ગાડી છોડી હતી. તે પોતાના સાથે એક હેન્ડગન અને સંભવતઃ રાઈફલ લઈને આવ્યો હોવાની આશંકા છે.ઘટના સ્થળેથી તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે અને રિસ્પોન્ડિંગ ઓફિસરે તેને ગોળી મારી હોવાનું જણાઈ રહ્યું છે.

Share Now