પાર્શ્વગાયિકા આશા ભોસલેનો ફિટનેસ મંત્ર : સાદુ ખાવાનું સતત ગાવાનું

262

મુંબઇ : હિન્દી ફિલ્મો સહિત અનેક ભાષામાં હજારો ગીતો ગાવાનો વિક્રમ નોંધાવનારા પાર્શ્વગાયિકા આશા ભોસલે ચાર મહિના પછી ૯૦માં વર્ષમાં પ્રવેશ કરશે.એ પૂર્વે તેમની ફિટનેસનો ભેદ ખોલતા તેમણે કહ્યું હતું કે સાદુ ખાવાનું સતત ગાવાનું અને કાયમ પ્રવૃત્તિમય રહેવાનું બસ આ જ મારી ફિટનેસનું રહસ્ય છે.પાર્શ્વગાયિકાએ કહ્યું હતું કે મારી માતાએ નાનપણમાં શીખમણ આપેલી કે કાયમ ખાવામાં અને બોલવામાં કન્ટ્રોલ રાખવો.બીજું હું કેટલા વર્ષની થઇ એ ભૂલીને સતત સંગીતમાં સક્રિય રહેવામાં માનું છું.સાદા ખાણાથી અને સતત ગાણાથી શરીર સચવાય છે. ગાવાથી શ્વસનતંત્રને કેટલી કસરત મળે છે?

સપ્રમાણ શરીર જાળવવા માટે હું ક્યારેય પિત્ઝા,બર્ગર,હોટડોગ જેવું કોઇ જ ફાસ્ટફૂડ ખાતી નથી.હું તો બસ ભાખરી કે રોટલી અને દાળ,ભાત,શાક ખાઉં છું.વરણ(ઓસામણ)અને ભાત પણ પ્રિય છે.મેં એવું જોયું છે કે લગ્ન પહેલાં કન્યાનું શરીર સપ્રમાણ હોય છે.પરંતુ લગ્ન પછી નિયંત્રણ મુક્ત આહારને લીધે ફિગર ઢમઢોળ થઇ જાય છે.આજે તમે નહીં માનો કે છેલ્લા કેટલાંય વર્ષોથી મારું વજન ૬૫ કિલો જ રહ્યું છે.આજકાલના મા-બાપ પોતાના બાળકોને ફાસ્ટફૂડને રવાડે ચડાવી તેમનું મોટું અહિત કરી રહ્યાં છે એની સામે ચેતવણીના સૂરમાં આશાદીદીએ કહ્યું હતું કે બાળકોને બર્ગરને બદલે ભાખરી અથવા નાચણીની રોટલી અને પૌષ્ટિક ઘરના શાકભાજી ખવડાવો.ટીનફૂડ અને પેકડ-ફૂડ ખવડાવો નહીં,કારણ એમાં પ્રિઝર્વેટીવ્ઝ ભરપૂર પ્રમાણમાં નાખવામાં આવે છે.બાળકો મોટા થઇને તંદુરસ્ત બને માટે મોડર્ન મમ્મી-પપ્પાએ અત્યારથી જ ચેતવાની જરૃર છે,એમ એક મરાઠી ચેનલનાં કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું.

Share Now