મુંબઇ : બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેની આત્મહત્યાના થોડા દિવસોમાં જ વધુ એક અભિનેત્રી બિદિશાએ ડેએ પણ આત્મહત્યા કરી લીધી હતી.બંને અભિનેત્રીઓ વચ્ચ કેટલીક સમાનતા પણ જોવા મળી છે.કોલકત્તાના ડમડમ વિસ્તારમાં ૨૧ વર્ષની બિદિશાની લાશ તેના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.અહીં તે તેના માતાપિતા સાથે ભાડેથી રહેતી હતી.બિદિશાને એક બોયફ્રેન્ડ હતો અને તેની પર્સનલ લાઈફમાં તે કેટલીક તકલીફો અનુભવી રહી હોવાનું કહેવાય છે.પોલીસને તેની સ્યુસાઈડ નોટ મળી હોવાનું કહેવાય છે.જોકે,મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ પોસ્ટમોર્ટમ પર આધાર રાખી રહી છે.
બિદિશા પાસે કેટલાક મોડેલિંગ એસાઇનમેન્ટસ હતાં.તે તાજેતરમાં તેની બહુ વખણાયેલી શોર્ટ ફિલ્મ ભાર ધી ક્લાઉનને કારણે પ્રસિદ્ધિ પામી હતી.હજુ ગઈ તા.૧૫મીએ પલ્લવી ડે એ પણ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.પલ્લવી અને બિદિશા વચ્ચે ખાસ પરિચય ન હતો પરંતુ તેણે પલ્લવીના મોત અંગે ભારે શોક વ્યક્ત કર્યો હતો અને આ બિલકૂલ અસ્વીકાર્ય છે એમ જણાવતી સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી.તે પછી ગણતરીના દિવસોમાં તેણે પણ આવું પગલું ભરી લેતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.તે કદાચ બહુ ડિપ્રેશનમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.


