મુંબઇ : કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં સિતારોનો મેળાવડો જામ્યો હતો.જેમાં ટોચના સિતારાઓ સહિત,ભૂતપૂર્વ પ્રેમીઓ,છુટા પડેલા પતિ-પત્ની,બોલીવૂડનાં નવાં પ્રેમી પંખીડા અને સ્ટારકિડસ જોવા મળ્યા હતા.જેમ કે,હૃતિક રોશન પોતાની નવી-સવી ગર્લફ્રેન્ડ સબા આઝાદને લઇને આવ્યો હતો.જ્યારે તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન પોતાના પ્રેમી અર્સલાન ગોની સાથે જોવા મળી હતી.
બીજી તરફ આમીર ખાને ભૂતપૂર્વ પત્ની કિરણ સાથે એન્ટ્રી લઈને સૌને ચોંકાવ્યા હતા.કોઈ પાર્ટીમાં આમીર અને સલમાન સાથે હોય એવું બહુ ઓછું બનતું હોય છે.જોકે, નેટિઝન્સને એ મુદ્દે કોમેન્ટ કરવાની વધારે મજા પડી હતી કે આ પાર્ટીમાં સલમાન ઉપરાંત તેની બે એક્સ ઐશ્વર્યા અને કેટરિના પણ સામેલ હતાં.અહી કેંટરિનાનો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ હાજર હતો.બોલિવુડમાં નવવિવાહિત કેટરિના અને વિક્કી સાથે આવ્યાં હતાં તો ઐશ્વર્યા પતિ અભિષેક સાથે અને માધુરી દીક્ષિત પણ પતિ ડો.શ્રીરામ નેને સાથે આવી હતી.કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પાર્ટીમાં હાજર હતાં.સોશિયલ મીડિયા પર પાર્ટીના ફોટોઝ અને વીડિયો વાયરલ થયા હતા.લોકોએ તેના પર ભરપૂર કામેન્ટ કરી હતી.જેમકે, ઐશ્વર્યા માટે કોઈએ લખ્યું હતું કે,સાચવજે અહીં સલમાન પણ છે.બીજી તરફ લોકોએ મલાઈકા અરોરાને તેના ડ્રેસની ચોઈસ માટે ભારે ટ્રોલ કરી હતી.લોકોએ લખ્યું હતું કે મલાઈકા પ્રોપર ટોપ પહેરવાનું જ ભૂલી ગઈ છે.પાર્ટી માટે યશરાજ સ્ટુડિયોનો એક આખો ફ્લોર બુક કરવામાં આવ્યો હતો.અહીં રેડ કાર્પેટ તથા ફોટો શૂટ માટે બેકડ્રોપ રચવામાં આવ્યાં હતાં.પાર્ટીના સમગ્ર સેટ પાછળ જ એક કરોડ રુપિયા જેટલો ખર્ચો થયો હોવાનું ચર્ચાય છે.