દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉન દરમિયાન રોડ – રેલવે -એર તમામ 14 એપ્રિલ સુધી બંધ

813

બેન્ક, પેટ્રોલ પંપ, પોસ્ટ, પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયા પર રોક નહીં

ભારતમાં પણ ચિંતાજનક રીતે વધતા કોરોનાના કેસ વચ્ચે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર દેશને સંબોધિત કરી વધુ 3 સપ્તાહનો સમય માંગ્યો હતો. એટલે કે વડાપ્રધાન મોદીએ 31 માર્ચ 2020 સુધી જાહેર કરેલા લોકડાઉનને વધારે અને 14 એપ્રિલ 2020 સુધી લંબાવ્યો છે.આ લોકડાઉન દેશના કેટલાક રાજ્યો માટે નહીં પરંતુ સંપૂર્ણ દેશમાં લાગૂ થશે.વડાપ્રધાનની ઘોષણા અનુસાર આ લોકડાઉન આજે રાત્રે 12 વાગ્યાથી અમલી હશે.વડાપ્રધાનએ જાહેર કરેલા 14 એપ્રિલ સુધીના લોકડાઉનનો સીધો અર્થ એ પણ છે કે હવે જે સેવાઓ 31 માર્ચ સુધી બંધ હતી તે હવે 14 એપ્રિલ અકીલા સુધી સ્થગિત રહેશે. આ સેવાઓ એટલે રેલ્વે, મેટ્રો, બસ અને ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સ આ તમામ સર્વિસ પણ હવે 31 માર્ચ નહીં પરંતુ 14 એપ્રિલ સુધી સ્થગિત રહેશે.વડાપ્રધાનએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દેશભરમાં લાગુ થયેલા લોકડાઉનમાં પણ જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે દૂધ, અનાજ, શાકભાજી મળતી જ રહેશે.આ ઉપરાંત બેન્ક, પેટ્રોલ પંપ, પોસ્ટ, પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયા પર રોક નહીં હોય પરંતુ આ સિવાય દરેક ક્ષેત્ર પર સંપૂર્ણ લોકડાઉન કડકાઈથી અમલી રહેશે.

Share Now