એજન્સી, નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહત્વની જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી બચવા માટે અને તેના ફેલાવાને રોકવા માટે આગામી 21 દિવસ માટે દેશને લોકડાઉન કરવામા આવશે. આ ઘાતક વાયરસ વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર સોશિયલ ડિસ્ટેન્સિંગને કડક રીતે લાગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં સમજવુ જરુરી છે કે આ 21 દિવસ લોકડાઉન દરમિયાન કઇ સેવાઓ ચાલુ રહેશે અને કઇ બંધ રહેશે.
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રતિંબધ નથી, મેડિકલ શોપ અને કિરાણા સ્ટોર્સ ચાલુ રહેશે. ડોક્ટરને ત્યાં જવાની છૂટ છે. બધા જ રેસ્ટોરેન્ટ, દુકાનો વગેરે બંધ રહેશે. પેટ્રોલ, સીએનજી, એલપીજી જેવી સેવાનુ વેચાણ ચાલુ રહેશે.
ખાનગી ગાડીઓને ઇમરજન્સીના સમયે જ છૂટ મળશે. લોકોને મેડિકલ જરુરતો માટે, કરિયાણુ, દવા, દૂધ અને શાકભાજી ખરીદવાની છૂટ મળશે.
જાહેર સ્થળો જેવા કે મોલ્સ, બાગ-બગીચા, જીમ, સ્પા, ક્લબ બંધ રહેશે. તમામ પ્રકારના જાહેર પરિવહનો બંધ રહેશે. તમામ ફેક્ટરીઓ, વર્કશોપ, ઓફિસ, અઠવાડિયે ભરાતુ માર્કેટ બંધ રહેશે. બકેન્દ્ર અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ ઓફિસ, ઓટોનોમસ ઓફિસ, કોર્પોરેશન બંધ રહેશે.
ડિફેન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળો, રાજકોષ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વીજળી ઉત્પાદન, ટ્રાન્સમીટર યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર જેવી એજન્સીઓચાલુ રહેશે. પોલીસ, હોમ ગાર્ડ, સિવિલ ડિફેન્સ અને આપાતકાલીન સેવાઓ ચાલુ રહેશે.