ચીન શું છુપાઇ રહ્યું છે, WHOને કોરોનાની તપાસ પોતાના દેશમાં કેમ કરવા દેતું નથી

667

– લેરી ક્લેમેને આરોપ મૂક્યો છે કે કોવિડ-19 ચીનના વુહાનમાં બનેલું જૈવિક હથિયાર છે
– WHO અધિકારી ગૌડેન ગેલિયાએ કહ્યું કે, ચીનની સરકારની આ તપાસ પર વિશ્વના દેશો શંકા કરી રહ્યા છે

નવી દિલ્હી, તા. 24 માર્ચ 2020, મંગળવાર

વર્ષ 2020ની શરુઆત એવી મહામારીથી થઇ જેની કલ્પના દુનિયાએ કરી ન હોતી. ચીનના વુહાનમાંથી નીકળેલો નોવલ કોરોના વાઇરસ (કોવિટ-19)એ આજે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇ લીધું છે. ચીનના મીડિયાની રિપોર્ટ અનુસાર વુહાન સહિત પોતાના તમામ શહેરોમાં કોરોના વાઇરસને નિયંત્રણમાં લઇ લેવામાં આવ્યો છે અને દુનિયાના અન્ય દેશો યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

એકલા ઇટાલીમાં જ અત્યાર સુધીમાં 5477 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. અમેરિકામાં કુલ 582 અને ભારતમાં 10 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. સમગ્ર દુનિયા આ વાઇરસને રોકવાની તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે આ વાઇરસને લઇને ચીને પોતાની ભૂમિકા અંગે સવાલ ઊભા કર્યા છે અને કોવિડ-19ને નિયંત્રણમાં છે તેવી વાત વિશ્વ સામે રજૂ કરી છે જે અનેક સવાલો ઊભા કરે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના અધિકારી ગૌડેન ગેલિયાએ કહ્યું કે, ચીન સરકાર વુહાનમાં કોરોના વાઇરસના ફેલાવા અંગેના કારણો શોધી રહી છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને તેમની તપાસમાં સામેલ કરી રહી નથી. અમે આ તપાસમાં ચીનની સરકારને મદદ કરવા માટે ઉત્સુક છીએ. ચીનની સરકાર ભલે આ વાઇરસના મૂળને શોધવાની કોશીશ કરી રહી હોય પરંતુ ચીનની આ તપાસ પર વિશ્વના દેશો શંકા કરી રહ્યા છે.

JNU ના પ્રોફેસર અશ્વિન મહાપાત્રાએ ચીની સરકારના એ દાવા પર સવાલ ઉઠાવ્યો કે જેમાં ચીનનું કહેવું છે કે તેમની તપાસમાં આ વાઇરસને હ્યુમન ટુ હ્યુમન (મેન ટુ મેન) ફેલાવ અંગે કોઇ પ્રમાણ નથી મળ્યા. પ્રો. અશ્વિન મહાપાત્રાએ કહ્યું કે અમે ચીનના આવા કોઇપણ દાવા પર વિશ્વાસ નથી. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ ટિ્વટ કરીને ચીનની મંશા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ચીને WHO ને કોરોના વાઇરસની તપાસમાંથી કેમ બહાર રાખ્યું છે, ચીન શું છુપાવી રહ્યું છે.

ગૌડેન ગેલિયાના જણાવ્યા અનુસાર કોઇપણ પ્રાણીમાંથી માણસમાં વાઇરસના ફેલાવ અંગે ઘણા વર્ષો લાગી જાય છે. સાર્સ જેવી ખતરનાક બીમારીના વાઇરસના ફેલાતા 10 વર્ષથી વધુનો સમય લાગ્યો છે. આ વિષય સાથે જોડાયેલા કેટલાક લોકોનું માનીએ તો આ વાઇરસને ચીનની લેબમાં બનાવવામાં આવ્યો છે અને ચીન સ્વતંત્ર રીતે તપાસ નહીં કરીને કંઇકના કંઇક છૂપાવી રહ્યું છે.

કો-ફાઉન્ડર ઓફ જ્યુડિશિયલ વોચ એન્જ ફ્રીડમ વોચના લેરી ક્લેમેને આરોપ મૂક્યો છે કે કોવિડ-19 ચીનના વુહાનમાં બનેલું જૈવિક હથિયાર છે. લેરી ક્લમેને વુહાન સ્થિત વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વીરોલોજીની સામે 20 ટ્રિલિયન ડોલરનો કેસ દાખલ કર્યો છે. લેરી ક્લેમેને ચીનની પીપલ રિપબ્લિક ઓફ ચાઇના અને વુહાન સ્થિત લેબને જવાબદાર ઠેરવી છે. એક રિપોર્ટ અનુસાર વુહાન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ વીરોલોજીના ડાયરેક્ટર સી જેંનગલી અને ચીની સેનાના અધિકારી મેજર જનરલ (વીરોલોજિસ્ટ) ચેન વીઇ લેબની ગતિવિધિઓ પર નજર રાખે છે.

Share Now