સુરત : 2019માં સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી તક્ષશિલા દુર્ઘટનામાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણી કે જેની શારીરિક અને આર્થિક સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે.તક્ષશિલા દુર્ઘટનામાં બાળકોના જીવ બચાવનારને ભાજપે 5 લાખની સહાય કરવા સાથે ભવિષ્યમાં પણ મદદ કરવાની ધરપત આપી છે.ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલ પણ જતિનની વ્હારે આવ્યાં છે.તેઓએ જતિનને રૂપિયા 5 લાખની સહાય કરી છે.સુરતના વરાછા ઝોનમાં તક્ષશિલા દુર્ઘટના બની હતી જેમાં 15 જેટલા બાળકોને જતીન નાકરાણી નામના વ્યક્તિએ બચાવ્યા હતા.ત્યારબાદ તેમની શારીરિક તબિયત ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તેમની આર્થિક હાલત પણ નબળી બની ગઈ હતી.અંગેના અહેવાલ બાદ અનેક લોકોએ તેમને આર્થિક મદદ કરી હતી.આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જતીન નાકરણીના ઘરે પહોંચ્યા હતા ભાજપ દ્વારા તેમને 5 લાખની મદદ જાહેર કરવામાં આવી છે.આ ઉપરાંત તેમના ઓપરેશન માટે પણ મદદ કરવા તથા ભવિષ્યમાં મદદ કરવા માટેની તૈયારી બતાવી છે.