મુંબઈ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ આર્યન ખાનને ક્લિન ચિટ આપીને તેની સામે આરોપ ઘડવા માટે કોઈ પુરાવો નહોવાનું જાહેર કરતાં હવે આર્યન માટે આગળ શું વિકલ્પ છે એના વિશે કાયદાવિદોમાં ચર્ચા ચાલી રહી છે.સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં બંધારણીય બેન્ચના ચુકાદા મુજબ જો કોઈ વ્યક્તિનું નામ આરોપનામામાં નહોય પણઁ તેનો કથિત ગુનામાં સહભાગ સુનાવણી દરમ્યાન બહાર આવે તો તેની સામે કેસ ચાલી શકે છે.આનો અર્થ એ થાય છે કે આર્યન ખાન સામે જો અનેસીબીને કોઈ પુરાવો મળે તો તેઓ પુરક આરોપનામું દાખલ કરીને તેનું નામ ઉમેરી શકે છે.હવે સવાલ એ રહે છે કે આર્યન ખાન પોતાને જેલમા ગોંધી રાખનારા અધિકારીઓ સામે કોઈ પગલાં લઈ શકે છે?તો કાયદાવિદોના જણાવ્યા મુજબ જો એફઆઈઆરમાં નામ હોય,તપાસ થઈ હોય,ધરપકડ કરવામાં આવી હોય અને છેવટે આરોપનામામાંથી નામ બાદ કરવામાં આવે તો એવા સંજોગોમાં જો એફઆઈઆરમાં તમારું નામ નોંધવાનું કોઈ વાજબી કારણ નહોય તો તમે ફરિયાદીસ પોલીસ કે અન્યો સામે કેસ ચલાવી શકો છે.સિવિલ કોર્ટમા ંતમે તેની સામે કેસ કરીને આર્થિક વળતર મેળવી શકો છે.
ફોજદારી કોર્ટમાં પણ તમે બદઈરાદાપૂર્વકની કાર્યવાહી બદલ કેસ ચલાવી શકો છે જેની સજા ભારતીય દંડ સંહિતા હેઠળ બે વર્ષ સુધીની છે.આવા કેસમાં આર્યનના સહઆરોપીઓ કે જેની સામે આરપોનામું ઘડવામાં આવ્યું છે તેઓ પણ આર્યન જેવું જ ધોરણ પોતાની સાથે થવું જોઈએ એવો દાવો કરી શકે છે.આર્યન ખાનને કઈ રીતે છોડી દેવાયો એ બાબતે જો તેઓ પોલીસ સામે દલીલ કરે તો તેમને કેસમાં લાભ થઈ શકે છે.અન્ય એક કાયદાવિદના જણાવ્યા મુજબ એફઆઈઆર રદ કરવાની કોઈ જરૂર નથી.આર્યન ખાન સામે આરોપનામું નહીં નોંધવાનો અર્થ તેના અને અન્યો સામે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવા જેવો છે આથી હાઈ કોર્ટમાં એફઆઈઆર રદ કરવા જવાનો અર્થ નથી.