લાખોની કિંમતની કાળાબજારી કરી હોવાની આશંકા
મુંબઈ : કોરોના વાયરસથી બચાવમાં ઉપયોગમાં લેવાતા માસ્ક અને સેનિટાયઝર વધારે કિંમતના વેચવાની અનેક ઘટના બની છે ત્યારે મુંબઇ પોલીસે ટ્રકમાં ભરેલા 26 લાખ માસ્ક જપ્ત કરતા ખળભળાટ મચી ગયો હતો.બજારમાં આ માસ્કની કિંમત અંદાજે 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બનાવની જાણ થતા રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ પોલીસની ટીમને કમિશ્નર પરમબિર સિંહ પણ હાજર હતા.પોલીસે કેસ નોંધી મામલાની વધુ તપાસ હાથધરી છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે,અને તેમના ફરાર સાથીદારની શોધોખોળ કરવામાં આવી રહી છે.ક્રાઈમ બ્રાન્ચ અકીલા યુનિટ-9ના અધિકારીઓએ માહિતીના આધારે અંધેરી અને ભિવંડીમાં કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ત્રણ ટ્રકમાં ભરેલા 26 લાખ માસ્ક જપ્ત કર્યા હતા. આ ઘટના બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં ગયા હતા.અગાઉ પણ આ ટોળકીએ લાખો રૂપિયાની કિંમતના માસ્ક બજારમાં વેચ્યા હોવાની માહિતી પોલીસને મળી છે.આ ગુનાના માસ્ટર માઈન્ડ કોણ છે અને તેઓ આ માસ્ક ક્યાંથી લાવ્યા હતા એની તપાસ શરૂ છે. હાલમાં બનવાટી અને ભેળસેળયુક્ત સેનિટાયઝર વેચવાના અનેક કેસ પ્રકાશમાં આવ્યા કનિદૈ લાકિઅ છે.

