દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન 9 જૂન સુધી EDની કસ્ટડીમાં

110

નવી િદલ્હી : દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરિંગ કેસમાં 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ કોર્ટ પાસે 14 જૂન સુધી કસ્ટડી માંગી હતી.સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ગઈકાલે એટલે કે સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.હવે આ કેસમાં જૈનની કસ્ટડીમાં વધુ પૂછપરછ કરવામાં આવશે.વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જૈનને EDની કસ્ટડીમાં મોકલ્યો હતો.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર રાજકારણ ગરમાયું છે.સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમારી પાસે કટ્ટર ઈમાનદાર સરકાર છે.અમે એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર સહન કરતા નથી.પંજાબમાં અમે અમારા જ મંત્રીની ધરપકડ કરી હતી પરંતુ સત્યેન્દ્ર જૈનનો કેસ સાવ ખોટો છે.

Share Now