મુંબઈ : કાર્તિક આર્યને અક્ષય કુમાર પાસેથી ભૂલભૂલૈયાની સિક્વલ આંચકી લીધા બાદ હવે હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીની નવી ફિલ્મ પણ આંચકી રહ્યો હોવાની અટકળો છે.એક પછી એક સળંગ હિટ આપનારા સ્ટાર તરીકે અક્ષય હવે કાર્તિકનું સ્થાન લઈ રહ્યો છે અને તેની ઝોળીમાં વધુ પ્રોજેક્ટસ આવી રહ્યો છે.કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા ટૂ ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કરી ચુકી છે અને તે કદાચ ૧૫૦ કરોડના આંકડે પહોંચે તેવી સંભાવના છે.તેના પહેલા પાર્ટમાં અક્ષય કુમારે ભજવેલી ભૂમિકા બીજા પાર્ટમાં કાર્તિકે કરી છે.બીજા પાર્ટ માટકાર્તિકની પસંદગી થઈ ત્યારે જ અક્ષય કુમાર બહુ ગુસ્સે ભરાયો હતો.કરણ જોહરની દોસ્તાના ટૂમાંથી કાર્તિક આર્યનની હકાલપટ્ટી થઈ ત્યારે અક્ષય કુમારે જ ભૂલભૂલૈયાનો બદલો લીધો હોવાની વાતો ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાઈ હતી.
પરંતુ,હવે એક પછી એક પાંચ હિટ ફિલ્મો આપીને કાર્તિક આર્યન બોક્સ ઓફિસ પર સફળતાની ગેરંટી આપતા સ્ટાર તરીકે અક્ષય કુમારને રિપ્લેસ કરી રહ્યો છે.અક્ષયની વય પણ વધી રહી છે અને તેથી કેટલાય નિર્માતાઓ જેમણે ઓરિજિનલી અક્ષયને ધ્યાને રાખીને પ્રોજેક્ટસ વિચાર્યા હતા તેઓ હવે કાર્તિકને પસંદ કરી રહ્યા છે.બોલિવુડ વર્તુળોમાં નવી પ્રસરેલી વાત મુજબ હાઉસફૂલ ફ્રેન્ચાઈઝમાં પણ અક્ષયના સ્થાને કાર્તિકને રિપ્લેસ કરવામાં આવી રહ્યો છે.આ ફ્રેન્ચાઈઝીની ચારેચાર ફિલ્મમાં અક્ષય કુમાર અત્યાર સુધી અવિચળ રહ્યો છે પરંતુ હવે કાર્તિક તેનું આસન ડોલાવી રહ્યો છે.બોલિવુડ સફળતાનું ગુલામ છે અને એ હકીકત છે કે કાર્તિક આર્યનની ઉપરાછાપરી પાંચ ફિલ્મો હિટ થઈ ચુકી છે.તાજેતરમાં કાર્તિકની ભૂલભૂલેયા ટૂએ રેકોર્ડ બ્રેક બિઝનેસ કરીને સાઉથ સામે નબળાં પડેલાં બોલિવુડને નવજીવન આપ્યું છે.તેની સામે અક્ષય કુમારની બચ્ચન પાંડે સાઉથના વાવાઝોડાંમાં ક્યાંય ઊડી ગઈ હતી.આથી,નિર્માતાઓ હવે કાર્તિક પાસે લાઈન લગાવે તેમાં કોઈ નવાઈની વાત નથી એમ બોલિવુડના ટ્રેડ સૂત્રોએ જણાવ્યું હતું.