પરોઢે 4 વાગ્યે તડપ તડપનું રેકોર્ડિંગ થયું હતું, કેકેને તે માટે પૈસા સુદ્ધા મળ્યા ન હતા

179

મુંબઈ : કેકેના અસંખ્ય ગીતો બોલિવુડના ચાહકોની જીભે છે.તેના ગીતોએ એક આખી પેઢીના રોમાન્સ અને વિરહ સહિતની અભિવ્યક્તિઓને વાચા આપી છે.પરંતુ કેકેનું પહેલું સુપરહિટ સોંગ તડપ તડપ કે ઇસ દિલમેં આહ નીકલતી રહી હતું અને તે સદાબહાર હીટની કેટેગરીમાં રહ્યું છે.વાસ્તવમાં આ ગીતને ભારતનાં બ્રેકઅપ સોંગનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો.આ ગીતનાં સર્જન પાછળની કથા પણ એટલી જ રોમાચંક છે.પોતાના જન્મદિને જ કેકેના નિધનના સમાચારના કારણે ભારે આઘાતમાં સરી ગયેલા હમ દિલ દે ચુકે સનમના સંગીતકાર ઈસ્માઈલ દરબારેઆ ગીતની સર્જનકથાની આપેલી વિગતો અનુસાર મૂળ આ ગીત હમ દિલ દે ચુકે સનમ માટે બન્યું જ ન હતું.વાસ્તવમાં તે એક મોટાં બજેટની ફિલ્મ માટે બનાવાયું હતું.પરંતુ તે ફિલ્મના પ્રોડયૂસરે આ ગીત માટે કવ્વાલી ગાનારા ગાયકોને લાવવા જણાવ્યું હતું.

ઈસ્માઈલ દરબારે અડધો દિવસ કવ્વાલી ગાયકો પાસે ગવડાવ્યું પણ તેમે સંતોષ થયો ન હતો.ગીત લખનાર મહેબૂબે તેમનેકેકેનો નંબર આપ્યો.કેકેએઈસ્માઈલ દરબારને મળીને આ ગીત સાંભળીને એટલું જ કહ્યું કે આ મારું કામ નહીં.હું આ ગીત નહીં ગાઈ શકું.ઈસ્માઈલ દરબારના જણાવ્યા અનુસાર તેઓ કેકેની આ માસુમિયત અને પ્રમાણિકતા પર ફિદા થઈ ગયા હતા.તેમણએ કહ્યું કે આ ગીત હું તારી પાસે જ ગવડાવીશ.પરોઢે ચાર વાગ્યે કેકેએ આ ગીતનું રેકોડગ કર્યું.ઈસ્માઈલે કેકેનું ગીત પ્રોડયૂસર સમક્ષ પેશ કર્યું હતું.પરંતુ પ્રોડયૂસર કોઈ કવ્વાલ પાસે ગીત ગવડાવવાની પોતાની ઈચ્છા પર ઉપરવટ ગયેલા ઈસ્માઈલ દરબારની આ પ્રોજેક્ટમાંથી જ હકાલપટ્ટી કરી દીધી હતી.મોટાં બજેટની ફિલ્મ ગુમાવવાથી આ ગીતનાં પહેલાં રેકોડગ માટે કેકેને ચૂકવવા તેમની પાસે પૈસા પણ ન હતા.પણ તેમણે કેકેને આશ્વાસન આપ્યું કે પોતાને જ્યારે પણ કોઈ ફિલ્મ મળશે અને આ ગીતનો ઉપયોગ નક્કી થશે ત્યારે તેઓ તેની પાસે જ ગવડાવશે.કેકેએ ત્યારે આ વાતને ફિલ્મી વચન કહી હસી કાઢી હતી.

પરંતુ આશરે છ મહિના બાદ ઈસ્માઈલ દરબારનેસંજય લીલા ભણસાલીને આ ગીત સંભળાવવાનો મોકો મળ્યો.સંજય લીલાએ એક-બે વાર નહીં પણ સળંગ નવ વખત આ ગીત સાંભળ્યું અમે તેઓ ખુશીથી ઈસ્માઈલને ભેટી પડયા અને કહ્યું મને મારી ફિલ્મનો મકસદ મળી ગયો.ફિલ્મના ઈન્ટરવલ અને એન્ડમાં શું લાવવાનું છે તેનો મને હવે ખ્યાલ આવી ગયો છે.તે પછી ઈતિહાસ રચાયો હતો.કેકેએ હંમેશાંઈસ્લમાઈલ દરબારને કહેતા કે તમે મારી પાસે બીજુંકોઈ ગીત ના ગવડાવતા.તમારાં આ એક જ ગીતે મને આજીવન ઘણું આપી દીધું છે.

Share Now