મુંબઈ : રાજ્યના માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેને રાજના સાક્ષી બનવાની અને સરકારી સક્ષીદાર તરીકે જુબાની આપવાની મંજૂરી આપી છે.વાઝેએ વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે તેણે સીબીઆઈને તપાસમાં ધરપકડ પૂર્વે અને પછી પણ સહકાર આપ્યો છે.આને પગલે ફઓજદારી દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું કબૂલાતનામું રેકોર્ડ કરવામાં આવ્યું હતું.જવાબમાં સીબીઆઈએ વાઝેની અરજીને કેટલીક શરતોને આધીન રહીને મંજૂરી આપી હતી.વિશેષ જજ ડી.પી.શિંગડેએ બુધવારે વાઝેની અરજીને માન્ય કરી હતી તમારી અરજી માન્ય કરવામાં આવે છે પણ કેટલીક શરતોને આધીન રહીને,એમ જજે નોંધ્યું હતું.કોર્ટના આદેશને પગલે વાઝે હવે આ કેસમાં સરકારી પક્ષના સાક્ષીદાર કરીકે હાજર રહેશે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટક ભરેલું વાહન પાર્ક કરવાના અને ત્યાર બાદ વાહનના માલિક થાણેના વેપારી મનસુખ હિરેણની હત્યાના કેસમાં વાઝેની ગયા વર્ષે માર્ચમાં ધરપકડ થઈ હતી.હાલ તે અદાલતી કસ્ટડીમાં છે.તાજેરમાં વિશેષ કોર્ટે વાઝેની જામીન અરજી ફગાવી હતી.વાઝે અત્યંત પ્રભાવશાળી છે અને પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતા નકારી શકાય નહીં,એમ કોર્ટે નોંધ્યું હતું.
વિશેષ જજ રાહુલ રોકડેએ એ માજી પોલીસ કમિશનર પરમબીર સિંહના નિવેદનને ટાંક્યું હતું જેમાં જણાવ્યું હતું કે વાઝેને રાજકીય દબાવને લીધે સેવામા ંલેવાયો હતો અને કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે પ્રથમદર્શી રીતે અરજદારની પાર્શ્વભૂમિ પ્રભાવિત વ્યક્તિ તરીકેની છે.