અમદાવાદ : ગુજરાતની લોકપ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ દ્વારા આગામી તા.3જી જૂન ‘વિશ્વ સાયકલ દિવસ’ના રોજ ‘અંગદાન મહાદાન’ અંગે લોકજાગૃતિ કેળવવાના ઉમદા હેતુ સાથે રાજ્યભરના તમામ શહેરોમાં સવારે 6 વાગ્યે સાયક્લોથોન યોજનાર છે.અમદાવાદ શહેરમાં વલ્લભસદનની પાછળ રિવરફ્રન્ટ ખાતે પણ સાયક્લોથોન યોજાશે.
રિવરફ્રન્ટ પર યોજનારી સાયક્લોથોનનો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,મેયર કિરીટ પરમાર સહિતના મહાનુભાવો ઝંડી બતાવીને પ્રારંભ કરાવશે.આ પ્રસંગે સાંસદ સભ્યો,ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,કોર્પોરેટરો,ડોક્ટરો તેમજ પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહેશે.અન્યના અંગથી પોતાને જીવતદાન મળ્યું હોય તેવા મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે.રિવરફ્રન્ટથી વલ્લભસદન થઈ આશ્રમ રોડ થઈ ઉસ્માનપુરા અન્ડરપાસ,સરદાર વલ્લભાઈની પ્રતિમાથી સીજી રોડ થઈ,પરિમલ ગાર્ડન,ટાઉન હોલ,આશ્રમ રોડ થઈ સાયકલ ચાલકો પુન:રિવરફ્રન્ટ પરત આવશે.અંગદાન મહાદાનની ઉચ્ચ ભાવના સાથે આયોજિત આ સાયક્લોથોનને રાજ્યભરમાંથી ઉષ્માભર્યો સહયોગ અને આવકાર મળી રહ્યો છે.