બારડોલી : વિશ્વ પર્યાવરણ દિવસના ગણતરીના દિવસો બાકી રહ્યા છે વિશ્વ પર્યાવરણના દિવસે માત્ર સોસીયલ મીડિયા પર પર્યાવરણ બચાવોના ફોટા કે સ્લોગન અપલોડ કરવાથી પર્યાવરણને બચાવી નહિ શકીએ પરંતુ પર્યાવરણને હાનિ પહોંચાડનારાઓ સામે આવાજ ઉઠાવીને કે નીશ્વાર્થ લડત લડીને પર્યાવરણ જરૂરી બચાવી શકાય છે જેનો ઉત્તમ દાખલો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામના યુવાનોએ બેસાડ્યો છે જોળવા ગામના યુવાનોએ પ્રદુષણ ફેલાવતી મીલમાં બહાદુરી પૂર્વક જનતા રેડ કરી ને બોઇલરમાં સળગાવવામાં આવતી કાપડની ચીંધીઓ ટેમ્પાઓ પકડી જે મીલની કાળી કરતૂતોનોબહાર લાવી મીલને તત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી માં પૈસાના જોરે લોકોમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા મીલ માલિકોની શાન ઠેકાણે આવી ગઈ છે જોકે સમગ્ર લડતમાં પ્રદુષણ મુદ્દે જોળવામાં આ લડત યુવાનોએ જાતે લડી ગામની પ્રજાને ન્યાય અપાવ્યો હતો જોકે સમગ્ર મુદ્દે મીલ માલિકોએ ગામના યુવાનો સાથે કેટલાક મુદ્દે બાંહેધરી લઈ મિલને ફરી શરૂ કરવામાં આવી છે.મામલે ગામના યુવાનો GPCBના રિપોર્ટની તેમજ મિલ સામે કાર્યવાહીની રાહ જોઈ રહી છે.સરાકર પ્રદૂષણ ઘટાડવા ની વાત કરે છે ત્યારે આવા મીલ માલિક સામે પગલાં લેવાઈ કે નહીં એ જોવું રહ્યું.


