મુંબઈ : સાકીનાકામાં ટેમ્પોની અંદર મહિર્લાા પાશવી બળાત્કાર અને હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આઠ જ મહિનામાં ચુકાદો આપીને ૪૫ વર્ષના આરોપીને મોતની સજા સંભળાવી છે.આરોપી મોહન ચવ્હાણને જજ એચ.સી.શેંડેએ સોમવારે કસૂરવાર ઠેરવીને આજ પર સજાનો ચુકાદો મોકૂફ રાખ્યો હતો.બુધવારે વિશેષ સરકારી વકિલ મહેશ મૂળેએ આરોપી માટે મૃત્યુદંડની સજાની માગી હતી.આ કેસ જવલ્લે બનતી ઘટનામાં આવે છે અને અકે નિસહાય મહિલા સાથે રાતના સમયે ઘાતકી હુમલો કરાયો છે જેનાથી શહેરની મહિલાઓમાં સલામતીને લઈને ભય ફેલાયો છે,એવી દલીલ સરકારી વકિલે કરી હતી.કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે આરોપી સામેના તમામ આરપો પુરવાર થયા છે.વિશેષ સરકારી વકિલ રાજા ઠાકરે અને મહેશ મૂળેએ ૩૭ સાક્ષી તપાસ્યા હતા. કેસ નવેમ્બરમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાયો હતો.આરોપીને લીગલ એઈડ મારફત વકિલની સુવિધા આપવામાં આવી હતી.વકિલે દલીલ કરી હતી કે તપાસમાં અનેક વિસંગતી છે અને પોલીસ ગુનાના પ્રકારને લીધે દબાણમાં આવીને કામ કરી રહી છે.આરોપીની પત્ની અને બે પુત્રીનો પરિવાર છે અને તેઓના જીવન બરબાદ થઈ જશે આથી લઘુતમ સજા આપવામાં આવે.આ કેસને નિર્ભયાના કેસ સાથે સરખાવી શકાય નહીં કેમ કે અહીં ગેન્ગરેપ થયો નથી.વળી મહિલાનું મૃત્યુ તબીબીવ બેદરકારીને લીધે થયું છે,એવી દલીલ કરવામાં આવી હતી.
સરકારી પક્ષે હથિયાર તેમ જ લોહીવાળા કપડાં જપ્ત થયા હોવાનું તેમ જ સીસીટીવી ફૂટેજ,ડીએનએ અને ફિંગરપ્રિન્ટના પુરાવા પણ ટાંક્યા હતા.બચાવ પક્ષની દલીલઃ નિર્ભયા કેસ જેવો ગેંગ રેપ નથી બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે આ કેસને દિલ્હીના નિર્ભયા કેસ સાથે સરખાવવામાં આવી રહ્યો છે એ ખોટું છે.આ કેસમાં ગેંગ રેપ નથી થયો.તેને નિર્ભયા કેસની જેમ ગણનમાં લેવા માટે દબાણ ઊભું કરાઈ રહ્યું છે તે યોગ્ય નથી.આરોપીએ મહિલાના ગુપ્તાંગમાં ચાકુથી વાર કર્યો હતો
ઘટના નવ અને દસ સપ્ટેમ્બર ૨૦૨૧ની મધ રાતે ૨.૫૪થી લઈને ૩.૧૦ વાગ્યા દરમ્યાન સાકીનાકા ખાતે ખેરાની રોડના ફૂટપાથ પર બની હતી.આરોપીએ ચાકુ અને અન્ય વસ્તુ ૩૨ વર્ષની મહિલાના ગુપ્તાંગમાં ભોંકી દીધા હતા.આરોપી અને મહિલા એકબીજાને ઓળખતા હતા.આરોપી અને મહિલાને ટેમ્પોમાં જોનારા ફરિયાદી સહિત મૃતકના માતા પિતાને પણ સાક્ષીદાર તરીકે તપાસવામાં આવ્યા હતા.અન્ય અકે મહત્ત્વનો સાક્ષીદાર બંનેને ગુનાના સ્થળે છેલ્લે જનાર એક શખસ હતો.


