ખોટા રિપોર્ટ બદલ નાગપુરની લેબને . 1.25 કરોડનું વળતર અપાવા આદેશ

93

મુંબઈ : તબીબી બેદરકારીના મહત્ત્વના ચુકાદામાં નેશનલ કન્ઝયુમર કમિશન(એનસીડીઆરસી)એ નાગપુર સ્થિત અલ્ટ્રા સાઉન્ડ સ્કેનિંગ અને ઈમેજિંગ સેન્ટરને રૃ.૧.૨૫ કરોડનું વળતર દિવ્યાંગ બાળક અને તેના માતાપિતાને ચૂકવવાનો આદેશ આપ્યો છે.ગર્ભાવસ્થા દરમ્યાન ચાર વખત અલ્ટ્રા સાઉન્ડનો ખોટો રિપોર્ટ આપવા બદલ સેન્ટરને કસૂરવાર ઠેરવવામાં આવ્યું છે.આને લીધે બાળકનો જન્મ ખોડ સાથે થયો હતો.પ્રારંભિક તબક્કે આ સમસ્યા શોધવામાં નિષ્ફળ જઈને સેન્ટરે ગર્ભપાત કરવાનું સૂચન કરવામાં પણ નિષ્ફળતા બતાવી છે.નવજાત શિશુને આંગળીઓ તેમ જ જમણો પગમાં ઘૂંટણ નીચે અને ડાબો પગ કાંડાથી નીચે વિકસિત થયો નથી.રેડિયોલોજીસ્ટ દ્વારા ચલાવાતા ક્લિનિકને જવાબજદાર ઠેરવીને કમિશનનની બે સભ્યની બેન્ચે તેમને બાળકના કલ્યાણ અને ભવિષ્યની સારવાર અને કૃત્રિમ અવયવો ખરીદવા માટેનો ખર્ચ ભરપાઈ કરવા આદેશ આપ્યો છે.આ રકમ કોઈપણ રાષ્ટ્રીયકૃત બેન્કમાં એફડી તરીકે રાખવામાં આવે અને બાલક જ્યારે પુખ્ત થાય ત્યારે તે તેને મેળવી શકે તેમ તેના નામે રાખવામાં આવે.તેના માતાપિતા નિયમિત આરોગ્ય તપાસ સારવાર અને કલ્યાણ માટે એફડીનું વ્યાજ સમયાંતરે ઉપાડી શકે છે,એમ આદેશમાં જણાવીને રેડિયોલોજીસ્ટ અને તેના ક્લિનિકને કાનૂની ખર્ચ પેટે રૃ.એક લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

Share Now