અદાણીની રૂ. 70,000 કરોડ, બિરલાની રૂ. 40,000 કરોડની જાહેરાત : GBC-3માં ઉત્તરપ્રદેશમાં રોકાણનો વરસાદ

211

નવી દિલ્હી, તા.3 જૂન 2022,શુક્રવાર : લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની (GBC) 3 દરમિયાન,ગૌતમ અદાણી,કુમારમંગલમ બિરલા, નિરંજન હીરા નંદાણી સહિતના ઘણા ઉદ્યોગપતિઓ આવ્યા હતા,જેમાં તેમણે ઘણી મોટી મોટી જાહેરાતો પણ કરી હતી.તેઓ યુપીમાં વ્યાપકપણે રોકાણ કરી રહ્યા છે.

ચાલો જાણીએ કે કયા ઉદ્યોગપતિએ શું જાહેરાત કરી છે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, તેઓ આગામી સમયમાં યુપીમાં રૂ. 70,000 કરોડનું રોકાણ કરશે. એટલું જ નહીં, આ રોકાણથી લગભગ 30,000 લોકોને નોકરી મળશે.

ગૌતમ અદાણીએ કહ્યું કે,” આ મારું સદ્ભાગ્ય છે કે, આજે મને બે મહાન નેતાઓ (પીએમ મોદી, સીએમ યોગી) સાથે મળવાની તક મળી,જેઓ ભારતને નવું ભારત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કરી જાહેરાત

આ પછી આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જાહેરાત કરી કે,અમે રાજ્યમાં 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છીએ, જેમાં લગભગ 35 હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગાર મળશે.

કુમાર મંગલમ બિરલા

કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે, આજે ઉત્તર પ્રદેશ રોકાણ માટેનું સૌથી મહત્વપૂર્ણ સ્થળ બની ગયું છે, નિવેશ મિત્રના માધ્યમ દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમના અમલીકરણથી રોકાણ માટે ઘણી મદદ મળી.

નિરંજન હિરાનંદાની

હિરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હિરાનંદાનીએ જાહેરાત કરી કે, “ અમે અમારા ડેટા સેન્ટર માટે યુપીમાં દર વર્ષે એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. ઉત્તર પ્રદેશ બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યું છે, બિઝનેસની ઝડપ ખૂબ જ ઝડપી છે. હું 40 વર્ષથી કન્સ્ટ્રક્શ્નના ક્ષેત્રે છું, પરંતુ મેં આવો બદલાવ ક્યારેય જોયો નથી.”

ફ્રાન્સના ઉદ્યોગપતિ મેથ્યુ એરિસે કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન સપ્લાયનું અમારું પાંચમું યુનિટ સ્થાપિત કરી રહ્યા છીએ, જેના માટે અમે 350 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છીએ.અમે આ યુનિટને મથુરામાં સ્થાપિત કરીશું, અને તેને સમગ્ર ઉત્તર ભારતમાં સપ્લાય કરીશું. જે 2023 સુધીમાં પૂર્ણ થશે.

જીબીસી 3માં 80 હજાર કરોડના રોકાણની દરખાસ્તો આવી

-ડેટા સેન્ટર સાતમાં રૂ. 19,928 કરોડના સાત

– કૃષિ અને તેના સંલગ્ન ઉદ્યોગોના રૂ. 11,297 કરોડના 275

-આઇટી અને ઇલેક્ટ્રોનિક્સના 7876કરોડના 26

-ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂ. 6632 કરોડના 13 પ્રોજેક્ટ્સ

-મેન્યૂફેક્ચરીંગના 6,227 કરોડ રૂપિયાનાના 27

-હેન્ડલૂમ અને ટેક્સટાઇલના 5642 કરોડના 46

-અક્ષય ઉર્જા 4,782 કરોડના 23

– MSMEs ના 4,459 કરોડના 805

– હાઉસિંગ અને કોમર્શિયલના 4344 કરોડના 19

– હેલ્થ કેરના 2205 કરોડના 8

-વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સના 1,295 કરોડના 26

– એજ્યુકેશનના 1836 કરોડના 6

-ફાર્મા અને મેડિકલ સપ્લાઇના 1088 કરોડના 65

– પ્રવાસન અને હોસ્પિટલિનાટિ680 કરોડના 23

– ડેરીના 489 કરોડના 7

– પશુપાલનના 224 કરોડના 6

-100 કરોડના ખર્ચે ફિલ્મનો 1 પ્રોજેક્ટ

આ જિલ્લાઓમાં લાગી રહ્યાં છે MSME પ્રોજેક્ટ્સ

GBC 3માં, રાજ્યમાં 4459 કરોડના MSME પ્રોજેક્ટ્સ અમલમાં છે.આગ્રામાં મુખ્યત્વે બે, અલીગઢમાં ત્રણ, અમેઠીમાં બે, અયોધ્યામાં એક, બારાબંકીમાં 7, બરેલીમાં 2, ચંદૌલીમાં 1, ઈટાવામાં 1, ફતેહપુરમાં 2, ફિરોઝાબાદમાં 1, ગાઝિયાબાદના ગૌતમ બુદ્ધ નગરમાં 40. ગોરખપુરમાં 6, હરદોઈમાં 4, હાથરસમાં 1, જૌનપુરમાં 1, કાનપુર દેહાતમાં 4, કાનપુર નગરમાં 4, લખીમપુર ખેરીમાં એક, લખનૌમાં 8, મથુરામાં 15, મેરઠમાં 1, મુરાદાબાદમાં 1, પ્રયાગરાજ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.સહારનપુર અને શાહજહાંપુર,સીતાપુરમાં 1 અને વારાણસીમાં 2 સહિત અન્ય સ્થળોએ લેવામાં આવ્યો હતો.

Share Now