બારડોલીમાં શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અંજુ શર્મા ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ને ખૂલ્લું મૂકશે

147

બારડોલી : ભારતને ઔદ્યોગિક સલામતીમાં વૈશ્વિક લીડર બનાવવા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગુજરાત રાજ્ય-અમદાવાદના સહયોગથી ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા(સુરત -અંકલેશ્વર ચેપ્ટર)દ્વારા ૪/૬/૨૦૨૨ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે બારડોલી સ્થિત R.N.G.પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી,બારડોલી-નવસારી રોડ ખાતે એક દિવસીય’નેશનલ સેફ્ટી કન્વેન્શન’યોજાશે.જેને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અંજુ શર્મા ખૂલ્લું મૂકશે.

આ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક,રાજ્ય સરકારના ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડિરેક્ટર પી.એમ.શાહ,દક્ષિણ ગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેસર એસો.-સુરતના પ્રમુખ જીતુભાઈ વખારિયા,વાપી ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ કમલેશ પટેલ,અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ રમેશ ગાબાણી અને દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ એચ.એ.હનિયા,ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા-સુરત ચેપ્ટરના પ્રમુખ એલ.કે.ડુંગરાણી,અંકલેશ્વર ચેપ્ટર ના પ્રમુખ વિજય આશર સહિતના હોદ્દેદારો,ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.આ નેશનલ કન્વેન્શનમાં ઔદ્યોગિક સલામતી પ્રત્યે ઉદ્યોગકારો જાગૃત્ત બને,કર્મચારીઓની સુરક્ષા જળવાઈ રહે એ માટે પરામર્શ કરવામાં આવશે.

Share Now