અમદાવાદ : તા.4 જુન 2022,શનિવાર : ખેતીવાડીમાં પાકને નુકશાન થયું હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોની સહાયના લાખો રૃપિયા સરકારી અધિકારીઓ જ ખાઈ ગયાનો ઘટસ્ફોટ થયો છે.રાજ્ય સરકારે ૨૦૧૭-૧૮ના વર્ષમાં ખેતીવાડી પાક નુકશાન અંગે આપેલી કરોડો રૂપીયાના સહાયમાં માંડલ તાલુકા પંચાયતના ગામોમાં સરકારી અધિકારીઓએ રૃપિયા ૧૧ લાખની ઉચાપત કર્યાની વિગતો ખુલતા સીઆઈડી ક્રાઈમે જીલ્લા ખેતીવાડી અધિકારીની ફરિયાદ આધારે ૧૨ દિવસ અગાઉ ત્રણ જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.ખેડૂત સહાય યોજનાના રાજ્ય સરકાર દ્વારા ૧૦.૮૦ કરોડની રકમ મંજૂર કરવામાં આવી રહતી.જેમાંથી ૪.૭૭ કરોડની રકમ અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં ચુકવવામાં આવી હતી.આરોપીઓએ દોઢ કરોડની રકમ ઉચાપત કરવાના પ્રયાસના ભાગરૂપે આરોપીઓએ ગ્રાન્ટના બીજા હપ્તાની દોઢ કરોડની રકમ પંચાયતની કેશબુકમાં કૃષિ રાહત સદરે જમ કરાવવાના બદલે શિક્ષણ સદરે જમા લેવામાં આવી હતી.


