એજન્સી, લંડન
71 વર્ષીય રોયલ પ્રિન્સનો કોરોનો કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ક્લિયરન્સ હાઉસ દ્વારા સોમવારે સવારે આ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
શાહી પરિવારના સભ્યોને “હળવા લક્ષણો” મળી આવ્યા છે અન્યથા તેમની સારી તબિયત રહેતી હોય છે તેવી પણ પુષ્ટિ કરવામાં આવી છે અને તેઓ ઘરેથી નિયમિત પણ કામ કરી રહ્યા હતા. કોરોનાના કેસ મળી આવતા તેમને તથા તેમના પત્નીને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
ડચીસ કોર્નવોલનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. સરકારી અને મેડિકલ સૂચના પ્રમાણે પ્રિન્સ અને ડચીસને સ્કોટલેન્ડમાં ઘરે રહેવા માટે જણાવ્યું છે.
નોંધનીય છે કે, બ્રિટનમાં અત્યાર સુધી 422 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. કોરોના વાયરસના કારણે જે દેશોમાં 1000થી વધુ લોકોના મોત નિપજ્યા છે તેમના ઇટાલી, ચીન, સ્પેન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.