સિંગર કેકેનું મૃત્યુ- ‘AC બરાબર કામ કરી રહ્યું હતું, જગ્યાની કોઈ અછત નહોતી’ : કોલકાતા પોલીસ વડા

136

મુંબઈ : તા.04 જૂન 2022,શનિવાર : કોલકાતાના પોલીસ(Kolkata Police)કમિશનર વિનીત ગોયલે શુક્રવારે પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નથ(કેકે)ના મૃત્યુના સંબંધમાં જણાવ્યું હતું કે,બુધવારે નઝરૂલ મંચ જ્યાં સિંગરનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું.ત્યાં જગ્યાની કોઈ અછત નહોતી અને AC પણ બરાબર કામ કરી રહ્યું હતું.ગોયલે કહ્યું હતું કે,જોકે પોલીસ ભીડભાડને રોકવા અને જરૂર પડે ત્યારે ઈમરજન્સી મેડિકલ સુવિધા પુરી પાડવા માટે ઉપયોગી બને છે.તેમણે કહ્યું હતું કે,કાર્યક્રમ સ્થળ પર ભીડ એક મર્યાદા સુધી હોય છે પરંતુ આવી કોઈ સ્થિતિ ન હતી.ત્યાં લોકો માટે જગ્યાની સંપૂર્ણ વ્યવસ્થા હતી અને લોકોને કોઈ પણ સમસ્યાની તકલીફ પણ નહોતી.

તેમણે કહ્યું હતું કે,કેકે સાંજે 6:00 વાગ્યે અને 22 મીનિટે પોતાના અંતિમ કાર્યક્રમ સ્થળે પહોચ્યા હતા અને સાંજે 7:00 વાગ્યે અને 5 મીનિટે મંચ પર પહોંચ્યા હતા.તેમણે કહ્યું છે કે,કોઈ પણ સમયે તેમણે ભીડભાડનો સોમનો નહોતો કરવો પડ્યો.તે સ્થળે જરૂરિયાત પ્રમાણે પોલીસ પણ હાજર હતી.કોલકાતાના પોલીસ વડા ગોયલે કહ્યું હતું કે,સિંગરના આગમનના ઘણા સમય પહેલા એક આસિસ્ટન્ટ કમિશનર હેઠળ પોલીસ વ્યવસ્થા હતી.તેમણે કહ્યું હતું કે,જોકે આ વાત પર વિવાદ થઈ રહ્યો છે કે આ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર કેટલા લોકો હાજર હતા.ત્યારે તેમણે કહ્યું હતું કે,પોલીસ પાસે’સ્પષ્ટ વીડિયો છે જેમાં તમે જોઈ શકો છો કે લોકો આરામથી ઉભા રહીને નાચી રહ્યા છે’ગોયલે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે,આ સ્થળ પર કોઈપણ પ્રકારની ભીડભાડના દ્રશ્યો જોવા નહોતા મળ્યા અને કાર્યક્રમના વીડિયો શૂટને વિવિધ રીતે પણ જોઈને તપાસ કરવામાં આવી છે.જેમાં સિંગરના પરફોર્મન્સને લોકો આરામથી જોઈ શકે એ રીતે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે,આયોજકો,કલાકારો,સંગીતકારો અથવા સ્ટેજ પર હાજર લોકોએ ક્યારેય પોલીસને નહોતુ કહ્યું છે કોઈ ગડબડ છે.સાથે જ આ કાર્યક્રમ દરમિયાન કેટલા લોકો હાજર હતા તેની ચોક્કસ સંખ્યા જાણી શકાતી નથી કારણ કે અલગ-અલગ સમયે અલગ સંખ્યા જોવા મળી રહી છે.તેમણે કહ્યું હતું કે,નજરૂલ મંચ પર લગભગ 2500 જેટલી સીટો હતી અને વધારે ભીડ પોત પોતાની સીટો સામે જોવા મળી હતી.

Share Now