બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં મીયાપુર ગામની સીમમાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલ એક યુવાનને કોઈ અજાણ્યા વાહનનો ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં વલવાડા ગામના યુવાનને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાનાં વલવાડા ગામે ભગત ફળિયામાં રહેતા જયેશ અમરતભાઈ પટેલ કે જેઓ ગતરોજ સાંજના સમયે દૂધ મંડળીમાં દૂધ ભરીને ઘરે આવ્યા બાદ પોતાની સ્પ્લેંન્ડર મો.સા નંબર જીજે-19-એસ-6872 લઈ કામ અર્થે નીકળ્યો હતો.પરંતુ રાત્રિના 9 વાગ્યા બાદ પણ ઘરે પરત ન ફર્યો હતો જેથી પરિવારજનોએ મોબાઈલ ઉપર ફોન કરતાં જાણવા મળ્યું હતું કે જયેશનું મીયાપુર ગામની સીમમાં મીયાપુર બારડોલી રોડ પર એક્સિડંટ થયું છે.કોઈ અજાણ્યા વાહનનો ચાલક જયેશની બાઇકને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં જયેશને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.બનાવ અંગે મહુવા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


