ક્યાં પહોંચ્યું ચોમાસું? આ રાજ્યોમાં વરસાદની આગાહી

111

દિલ્હી : દિલ્હીના લોકોને હાલ આકરી ગરમીનો સામનો કરવો પડશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,તેમને હાલ આમાંથી રાહત મળવાની નથી.

જો કે,બિહાર-ઝારખંડ,આસામ,મેઘાલય,આંધ્રપ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર,દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરીય સીમામાંથી પસાર થઈ રહ્યું છે.જેના કારણે સિઝનલ એક્ટિવિટી બની છે.જેના કારણે આસામ,મેઘાલય,પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ,સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં આગામી 5 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આગામી 5 દિવસ દરમિયાન બિહાર,ઝારખંડ,ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.જ્યારે 5થી 9 જૂન વચ્ચે રાજસ્થાન,જમ્મુ ડિવિઝન,હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ,ઓડિશા, છત્તીસગઢ,ઉત્તર મધ્ય પ્રદેશ,દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણા-દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું પૂર્વાનુમાન છે.નોંધનીય છે કે,ચોમાસુ બંગાળની ખાડી મારફતે ઉત્તરપૂર્વ ભારતમાં પ્રવેશ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો,ઉત્તરપૂર્વ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.ચોમાસું મિઝોરમ,મણિપુર અને નાગાલેન્ડના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે.દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ બંગાળથી બિહાર,ઝારખંડ તરફ આગળ વધી રહ્યું છે.

Share Now