મુંબઇ : બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પિતા તથા વિખ્યાત પટકથા લેખક સલીમ ખાનને ઠાર મારવાની ધમકી આપતો પત્ર મળ્યા બાદ સલમાનના નિવાસસ્થાનની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.પોલીસ આ ધમકીપત્રનું પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે.સલીમ ખાન હંમેશની જેમ આજે સવારે બાંદરા બેન્ડ સ્ટેન્ડ પાસેના પાર્કમાં મોર્નિંગ વોક માટે ગયા હતા.ત્યારે ત્યાં એક બેન્ચ પર એક પત્ર પડેલો હતો.આ પત્ર ખોલીને વાંચવામાં આવતા તેમાં લખ્યું હતું કે બહુ જ જલ્દી સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનના હાલ પણ પંજાબી ગાયક સિધુ મુસેવાલા જેવા કરવામાં આવશે.પત્રની નીચે અંગ્રેજીમાં કે-જી-બી-એલ-પી લખવામાં આવ્યું હતું.
સલીમ ખાન તરફથી બાંદરા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ આવી પહોંચી હતી.એટલે સલીમ ખાને આ ધમકી પત્ર પત્ર પોલીસને સોંપી દીધો હતો.પોલીસે પત્રને આધારે ધમકી આપનારનું પગેરું મેળવવાતપાસ હાથ ધરી છે.પંજાબી ગાયક મૂસાવાલાની થોડા દિવસ પહેલાં જ હત્યા કરવામાં આવી હતી.આ હત્યાનો આરોપી લોરેન્સ બિશ્નોઈ અગાઉ ૨૦૧૮માં સલમાનને હત્યાની ધમકી આપી ચૂક્યો છે. બિશ્નોઈનું આ કાવતરું બહાર આવ્યા બાદ અને તેની ગે ગ સક્રિય હોવાના ઘટસ્ફોટ બદા પોલીસે સલમાનની સિક્યોરિટી વધારી દીધી હતી.હવે આ ધમકીપત્રને પગલે સલમાનના બાંદરા બેન્ડસ્ટેન્ડ પાસે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ આસપાસ સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.