– પરવટ પાટિયાના વૃદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
સુરત, તા. 25 માર્ચ 2020 બુધવાર
સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરના પરવટ પાટિયાના વૃદ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. ગઈકાલે PM મોદીએ કોરોના વધુ ફેલાય નહીં તે માટે 21 દિવસનું સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યુ છે. લોક ડાઉન છતાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ધતાં કેસોને જોતા રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતને લોકડાઉન કર્યું છે. અત્યારે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય એછેકે, હવે કોરોનાના ત્રીજા સ્ટેજમાં પ્રવેશવાની તૈયારીમાં છે ત્યારે ગુજરાતમાં સ્થાનિક સપર્કથી કેસો વધી રહ્યાં છે જેથી આ મહામારીને રોકવી એ એક પડકાર સમાન છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ધીરે ધીરે વધી રહ્યાં છે. મંગળવારે સુરત, ગાંધીનગર, રાજકોટમાં વધુ છ કેસો નોંધાયા. રાજ્યમાં કોરોના પોઝીટીવના કેસોની સંખ્યા વધીને 35 સુધી પહોંચી છે.
ચિંતાની વાત એછેકે, ગુજરાતમાં હવે કોરોના સ્થાનિક સંપર્કથી વધી રહ્યો છે જે જોખમી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં રાજ્ય સરકારે ઘેર ઘેર સર્વે હાથ ધર્યો છે. સરકારે એવો દાવો કર્યો છેકે, અત્યાર સુધી 30 લાખ લોકોનો સર્વે કરાયો છે. કોરોના વાયરસનો સર્વે કર્યો હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે.