નવા સપ્તાહમાં સેન્સેક્સ 55055 તૂટતાં 54666 જોવાશે

160

મુંબઈ : અનિશ્ચિતતાના દોર કાયમ રહીને એક તરફ વૈશ્વિક ફુગાવા-મોંઘવારીના સંકટ અને ઊંચા વ્યાજ દરની સ્થિતિ અને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાના સંકેત છતાં અમેરિકામાં સ્ટોક ઘટતાં ભાવ ફરી ઉંચકાઈ આવ્યા હોઈ પરિસ્થિતિ હજુ અનિશ્ચિત બની રહી છે.જેના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અસ્થિરતાનો દોર કાયમ રહીને બે તરફી મોટી ઉથલપાથલ જોવાઈ રહી છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ભારતીય બજારોમાં ગત સપ્તાહમાં એક દિવસ નેટ ખરીદદાર બન્યા બાદ ફરી બમણા જોરે શેરોમાં મોટાપાયે વેચવાલ બન્યા છે.લોકલ ફંડોની ખરીદીનું પ્રમાણ ઘટી રહ્યું છે.કોર્પોરેટ પરિણામોમાં કંપનીઓ કાચામાલના વધતાં ખર્ચનો બોજ પરિણામો પર અસર કરનારો હોવાની ચિંતા વ્યક્ત કરવા લાગી છે.પરંતુ ચાઈના કોરોનાકાળમાંથી બહાર આવીને આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ ફરી વધવા લાગતાં સપ્લાય ચેઈનની પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા અને ફુગાવાની સ્થિતિ હળવી થવાની અને રાહત થવાની અપેક્ષાએ ગત સપ્તાહમાં બજાર ઘટયામથાળે ઝડપી વધી આવ્યા છે.નાસ્દાક પાછળ આઈટી શેરોની તેજીએ બજારને ટેકો આપ્યો છે.હવે ચોમાસાનું દેશમાં આગમન થઈ ગયું હોઈ આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ અને ક્રુડના ભાવની સ્થિતિ પર નજર રહેશે.અનિશ્ચિતતાના સમયમાં બજારમાં કાતિલ વધઘટની શકયતા હજુ યથાવત રહીને આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૫૬૩૩૩ના પ્રતિકારક લેવલે ૫૫૦૫૫ તૂટતાં ૫૪૬૬૬અને નિફટી સ્પોટ ૧૬૭૭૭ના પ્રતિકારક લેવલે ૧૬૩૭૭ તૂટતાં ૧૬૨૨૨ જોવાઈ શકે છે.

Share Now