સુરત : અમેરિકાના એટલાન્ટામાં ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર એકઝીબીશનનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સે કર્યું છે.તા.9,10 અને 11મીના રોજ ત્રણ દિવસ આ પ્રદર્શન યોજાશે અને તા.16ના રોજ ન્યુ-જર્સીમાં બીટુબી અને બીટુસી તથા તા.19ના રોજ કેલીફોનયામાં બીટુસી ટેબલ ટોપ બાયર-સેલર મીટ પણ યોજાશે.સુરતના પ૯ ટેકસટાઇલ ઉદ્યોગકારો પ્રદર્શનમાં પોલિએસ્ટર,વિસ્કોસ,કોટન,બ્લેન્ડેડ ફેબ્રિકસ,ઇન્ડિયન એથનીક વેર,કુર્તી-કૃર્તા,હોમ ટેકસટાઇલ,મેડીકલ ટેકસટાઇલ,એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્?સ,હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ તથા ખાદી પ્રદશત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતથી થતી કુલ નિકાસ 1000 બિલિયન ડોલર કરવાની હાંકલ કરવામાં આવી છે.જેના ભાગરૃપે ભારતથી થતી ટેકસટાઇલ નિકાસને વધારવા માટે ચેમ્બર દ્વારા યુએસએ ખાતે ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, એમ ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું