ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 43 પર પહોંચી ગયો છે. હાલ મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના ભાવનગરના એક વૃદ્ધનું મોત થયુ છે. ભાવનગરમાં એક 43 વર્ષીય નાગરિકનું મોત નિપજ્યું છે, તે સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 લોકોના મોત નિપજ્યા છે.
હાલ મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 43 પહોંચ્યો છે અને 3 લોકોના મોત થયા છે. કોરોના વાયરસને લઇને ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે.
ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે ગુજરાતમાં 3 પોઝિટિવ કેસ વધ્યા છે. અમદાવાદમાં બુધવારે એક દર્દીનું મોત નિપજ્યું છે, ત્યારબાદ આજે ભાવનગરના એક દર્દી કોરોનાનો ભોગ બન્યો છે.
અમદાવાદ -15
વડોદરા -7
સુરત -7
ગાંધીનગર -6
કચ્છ -1
રાજકોટ -4
ભાવનગર -1
ગુજરાતમાં કંઈ કંઈ જગ્યાએ કોરોનાના કારણે થયા મોત
– સુરતમાં એકનું મોત
– અમદાવાદમાં એકનું મોત
– ભાવનગરમાં એકનું મોત