કેરળના મુખ્યમંત્રીના ઘરે બિરીયાનીના ડબ્બામાં સોનું મોકલાતું હતુંઃ સ્વપ્ના

134

નવી િદલ્હી : કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા ગોલ્ડ સ્મલિંગનો મામલો વકર્યો છે.આ મામલાની મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશે મંગળવારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન,તેમના પરિવારના સભ્યો અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે.સ્વપ્ના સુરેશે આરોપ લગાવ્યો કે 2016માં વિજયનની દુબઈની મુલાકાત દરમિયાન યુએઈમાં ચલણની તસ્કરી કરાઈ હતી.યુએઈના કોન્સ્યુલેટ જનરલના નિવાસસ્થાનથી કેટલીયે વાર ગોલ્ડની તસ્કરી કરાઈ હતી.સોનાના બિસ્કિટ બિરીયાનીના મોટા ડબ્બામાં પેક કરીને સીએમ બંગલા સુધી મોકલવામાં આવ્યા હતાં.

જોકે,મુખ્યમંત્રી વિજયને આરોપો ફગાવી દીધા છે અને કહ્યું કે આ આરોપમાં સહેજ પણ સત્ય નથી.જોકે,સ્વપનાએ આ મામલા અંગે અને પહેલા સીએમના પૂર્વ મુખ્ચ સચિવ એમ.શિવશંકરની વિરુદ્ધ જાહેરમાં આરોપ લગાવ્યા હતાં,પરંતુ આજે સ્વપ્ના સુરેશે પહેલીવાર મુખ્યમંત્રીની વિરુદ્ધ આરોપ લગાવ્યા છે.16 મહિના જેલમાં રહ્યા બાદ સ્વપ્નાને જામીન મળ્યા અને પહેલીવાર ટીવી ઈન્ટરવ્યુમાં એ પણ દાવો કર્યો કે ઈડીએ પોતાને આ મામલામાં મુખ્યમંત્રીનું નામ લેવા મજબૂર કરી નથી.સ્વપ્ના સુરેશે એર્નાકુલમ જિલ્લા કોર્ટની બહાર પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું કે,વિજયન,તેમના પત્ની કમલા,પુત્રી વીના,શિવશંકર, પૂર્વ અંગત સચિવ(સીએમ)રવીન્દ્રન,પૂર્વ મંત્રી કે.ટી.જલીલ અને પૂર્વ આઈએએસ અધિકારી નલિની નેટ્ટોની ડિપ્લોમેટ ચેનલના માધ્યમથી સોનાની તસ્કરીમાં સામેલગીરી હતી.

આ તસ્કરી 2016થી શરુ થઈ હતી,જ્યારે મુખ્યમંત્રી દુબઈ ગયા હતા.ત્યારે શિવશંકરે પહેલીવાર મારો સંપર્ક કર્યો હતો.શરુઆતમાં આ એરપોર્ટ,પ્રોટોકોલ અને વ્યવસ્થાને લઈને હતી.બાદમાં તેમણે ફોન કરી અને કહ્યું કે સીએમ પોતાની સાથે એક બેગ લઈ જવાનું ભૂલી ગયા છે અને બેગને તરત દુબઈ લઈ જવાની છે.ત્યારે યુએઈ સ્થિત એમ્બેસીના એક ડિપ્લોમેટને બેગ લઈ જવા માટે કોન્સ્યુલેટ જનરલના આદેશ પર દુબઈ મોકલવામાં આવ્યા.જ્યારે કોન્સ્યુલેટ ઓફિસમાં સ્કેનિંગ મશીનથી બેગની તપાસ કરાઈ,તો અમે સમજી ગયા કે બેગમાં ચલણી નોટ છે.આ સિવાય,શિવશંકરના આદેશ અનુસાર કેટલીયે વાર વજનવાળી બિરિયાનીના મોટા ડબ્બામાં ગોલ્ડ કોન્સ્યુલેટ ઓફિસના વાહનોમાં ક્લિફ હાઉસ જવાહરનગરમાં સીએમના નિવાસસ્થાને મોકલવામાં આવ્યા હતા.

Share Now