અમદાવાદ : જગતનો તાત કાળજાળ ગરમીમાં સેકાઈને હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે.ચોમાસાની શરૂઆત પૂર્વે જ ખેડૂતો માટે એક મહત્વના ખુશીના સમાચાર આવ્યાં છે.સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.મીડિયા અહેવાલ અનુસાર મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે.બુધવારે આયોજિત કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP વધારવનો સરકારે નિર્ણય કર્યો છે.કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાહેરાત કરવામાં આવશે.સૂત્રોએ આપેલ માહિતી અનુસાર વર્ષ 2022-23 માટે ખરીફ પાકની MSP 5થી 20% વધી શકે છે.કેબિનેટના નિર્ણય બાદ ખરીફ પાકો એટલે કે ડાંગર,સોયાબીનના MSPમાં વધારો થશે.આ સાથે કેબિનેટે મકાઈની MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.